________________
૧૧ મું. ] પાપનો ઘડે કુટ. ૧૩૭ દષ્ટિ પડી. જેણે પોતાના અંગપર મલીન અને અનેક સાંધાવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં, દુઃખને લીધે અંગ ઉપર પણ
શ્યામતા અને કૃશતા છોઈ રહી હતી, પતી વિગથી જેણે પિતાના શરીરને જેણે સ્નાન વિગેરેથી સંસ્કાર પણ ર્યો ન હતો. નીરખી નીરખીને રાજાએ તેની સન્મુખ જોયું પણ કોઈ પત્તા લાગે નહિ. રાજા શંકાકુલ થયે, અરે ! આજ હશે કે કોઈ બીજી. શું આ રાણું મનવલભા ન હાય! પરસ્ત્રીસહોદરરાજા વિચારમાં પડી ગયું કે અન્ય કોઈ સ્ત્રી હોય અને જો હું તેને બોલાવું તે આ દુનિયામાં મારી આબરૂ શી! આ પ્રમાણે રાજાના હૃદયનું આંદોલન થવા લાગ્યું. આપણે ઉપર જોઈ ગયા કે રાણીના શરીરમાં અને આકૃતિમાં એટલો બધે ફેરફાર પડી ગયે હતો કે ભાગ્યે જ રાજા તેને ઓળખી શકે. છેવટે ચકોર રાજાએ રાણીને ઓળખી અને તેના અંતરમાં દઢ નિશ્ચય થયું કે આ સ્ત્રી અન્ય કઈ નહિ પણ મદનવલ્લભાજ છે.
સિંહાવલોકનથી પણ અન્ય પુરૂષ પ્રત્યે દષ્ટિ નહિ દેનારી રાણુને હજુ ખબર નથી કે અહિંયા શું ચાલી રહ્યું છે. માત્ર તે તો એકજ વિચારમાં લીન થઈ હતી કે બંદીવાન તરીકે પકડાયેલા મારા પુત્ર કહ્યાં હશે અને સાર્થવાહે રાજ આગળ તેના સંબંધી કેવી ફરીઆદ કરી હશે અને છેવટ તેનું શું પરિણામ આવ્યું ! રાણુને એ સંભાવના પણ કયાંથી હોય કે આ મારા પ્રાણપતિ અત્રે મારી તપાસને માટે આવ્યા છે, આથી જ કરીને રાજાની સન્મુખ જેવાને પોતાની દષ્ટિ સરખી પણ તેણે ઉંચી કરી નહિ. જે તેણે તેમ કર્યું હોત તો જરૂર આકૃતિદ્રારા ભાન થાત કે આ તો મારા સ્વામિનાથ છે, કારણકે આ અવસરે રાજાની સ્થીતિમાં રાજ તેજથી વ્યાપ્ત હોવાથી પ્રાચીન સ્થીતિ કરતાં વિશે તાવત નહતો.
રાજાએ રાણુને ઓળખી, ઘણી લાંબી મુદતે પણ પિતાની પ્રાણવલ્લભાના વિરહને અંત આવ્યો, તેની આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com