________________
૧૩૬ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ હતો તે ભણી મારી મુક્યો. થોડી જ વારમાં રાજા સાર્થવાહના સમુદાયમાં આવી પહોંચ્યો. આ અવસરે ભલે રાજા એકાકી હતો તે પણ તેનું રાજતેજ છાનું રહી શકયું નહિ. તેને વેષ અને આકૃતિ ઉપરથી સાર્થવાહના મનુષ્યોએ રાજાને ઓળ
ખ્યો અને તેનું સ્વાગત કર્યું. અર્થવાહને પણ ખબર પડી જે મહારાજા સાહેબ આપોઆપ પોતેજ અને વળી એકલાજ અહિ પધાર્યા છે. સાર્થવાહ એકદમ ત્યાં દોડી આવ્યા અને બહુમાનપૂર્વક હર્ષના ઉદગારો વ્યક્ત કર્યો. “સ્વામિનાથ ! મારા પ્રત્યે આપની કૃપા કાઈ અનન્ય છે, આપની પવિત્ર ચરણરજથી આજે મારું પટડ પાવન થયું. આજે મારે ત્યાં સિભાગ્યનો સૂર્ય ઉદય પામ્યો. કૃપાનાથ ! આ સુવર્ણમય ભદ્રાસન ઉપર આપ અલંકૃત થાઓ.” ત્યારબાદ સાર્થ વાહના મનુષ્યોએ તૈયાર કરેલા સુવર્ણ મય ભદ્રાસન ઉપર સુંદર રાજ આરૂઢ થયા.
આપણે જાણીએ છીએ કે રાજા સાર્થવાહને સમુદાય જેવા નહોતો આવ્યો, તેને નહોની ભદ્રાસનની જરૂર કે નહોતી સાર્થવાહના માનની જરૂર. જોકે સાર્થવાહના પ્રમોગાર કર્ણકારોએ રાજાએ સાંભળ્યા પા! તેનું અંત:કરણ તે કઈ જુદું જ ધ્યાન ધરતું હતું. રાજાએ પોતાની દૃષ્ટિ ચારે દિશાઓમાં ફેંકી છતાં હજુ તે એની સફલતા થઈ નહિ. કાયિક અને માનસિક ચિંતાથી દિવ દિવસ રાણીની સ્થિતિમાં પણ એટલો બધો તફાવત થઈ ગયો હતો કે અલ્પ મુદત પહેલાના સુપરિચિત મનુષ્ય પણ તેને મુશીબતે ઓળખી શકે. જો કે રાજા જે તેના ખુણામાં રાણી મદન બ્રભા બેડી હતી તેજ તંબુમાં બેઠે હતો પરંતુ રાતની દષ્ટિ હજુ તેની ઉપર પડી નહી. “અરે! જેને માટે આટલો પ્રયત્ન કર્યો છતાં હજુ તેનું દર્શન પણ ન થયું. શું મારી સઘળી ધારણાઓ અને પ્રયત્ન નિષ્ફળ જશે!” આવા વિચારે રાજા એકદમ બહાવરે બની ગયો. પરંતુ એ ટલામાંજ પુત્ર વિયોગથી મહા શોકસાગરમાં ડુબેલી દીનમુખી શણી માનવલા ઉપર રાજાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com