________________
૧૧ મું] પાપને ઘડે ફૂટે. ૧૩૫ પણ અધિક કષ્ટ અનુભવતી હતી છતાં તેનું સદ્ભાગ્ય હવે ખીલવા લાગ્યું હતું. અનુક્રમે પૂર્વોપાર્જિત દુષ્કર્મનો સંચય વિનાશ પામતો હતો જેથી તેના સાળા પાસા સીધાજ પડતા હતા.
સ્વાભાવિક છે કે કોઈ પ્રાણુનું ભાગ્ય જ્યારે ચઢીઆનું હોય છે ત્યારે વિરોધીઓના સંકટ આપવા માટે જેલા સઘળા પ્રયાસ નિરર્થક જાય છે. એટલું જ નહિ બલ્ક તેના સઘળા પ્રયત્ન ઉલટા તે પ્રાણીને સુખના સાધનરૂપે પરિણમે છે અને પ્રાજક તેજ સાધન દ્વારા રીબાય છે. શાસ્ત્ર દ્વારા આપણે જાણી શકીએ એમ છીએ કે વાસુદેવ અને પ્રતિવાસુદેવના દારૂણ રણસંગ્રામમાં પ્રતિવાસુદેવે વાસુદેવ વિગેરે શત્રુ દળને ગર્ણ કરવા ખાતર અને પિતાના સંરક્ષણની ખાતર પ્રયોજેલા પિતાના દિવ્યશસ્ત્રો પોતાના પાપના ઉદયે અને વાસુદેવના ભાદયે વાસુદેવને લેશમાત્ર ઇજા નહિ કરતાં તેને સ્વાધીન થાય છે અને તે શસ્ત્રો પ્રતિવાસુદેવનો વિઘાત કરે છે જેથી પ્રતિવાસુદેવે અનેકવિધ પ્રયત્ન દ્વારા ઉપાર્જન કરેલું પોતાનું ત્રિખંડાધિપતિત્વ લીલામાત્રમાં વાસુદેવને સ્વાધિન થાય છે.
રાણી મદનવલભાના પ્રસંગમાં પણ એવી જ ઘટના થઈ. બન્ને પુત્રને તેમની માતાથી વિખુટા કરી, એમદેવ સાથેવાહ ગુન્હાની શિક્ષા અપાવવા ખાતર રાજા પાસે બંદીવાન કરીને લઈ ગયો પરંતુ આપણે જોઈ ગયા કે તેથી સુંદરરાજાને પોતાના પુત્રોને સમાગમ થયો. અને એને પરિણામે રાણ મદનવલભાના સમાગમની પણ સંભાવના થઈ. હવે આપણે જોઈએ કે સભા વિસર્જન કરી વાડીના બહાનાથી નગર બહાર નિકળેલ રાજા શું કરે છે.
રાજાની રવાડીને પ્રવાસ માત્ર રાણુના સમાગમની ઉત્કંઠામાંજ હતો. અન્યચિત્તે થોડીવાર નગરની બહાર અધકડા કરી તરતજ નગર તરફ પાછો ફર્યો અને પોતાનો અશ્વ જે જગ્યાએ સાર્થવાહનો સમુદાય પડાવ નાંખીને રહેલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com