________________
૧૩૪ સુંદર રાજાની સુંદર ભાવના, [પ્રકરણ
કર્મ વિવશ આત્માઓને ભવાન્તરમાં વિવિધ પ્રકારના નાટકોના નૃત્યકારો બનવું પડે છે એટલું જ નહિ પરંતુ એક ભવમાં પણ અનેક નેપો ધારણ કરવાં પડે છે. ઘડીમાં આનંદની પરિસીમા જ ન હોય ત્યારે ઘડીમાં શોકને જ સુમાર ન હોય, ઘડીમાં વિપુલ સંપત્તિનો સ્વામી હોય છે ત્યારે અલ્પ સમયમાં જ પાપના ઉદયે દ્રારિદ્રયમુદ્રાથી મુદ્રિત થઈ જાય છે, ઘડીમાં રાજ્યસન ઉપર બેસી અનેકની પાસે પિતાની આજ્ઞાનો અમલ કરાવતું હોય ત્યારે થોડીવાર પછી પિતાને જ તેવી આજ્ઞાઓ ઉઠાવવાની ફરજ પડે છે. ઘડીમાં રાજ્યમહાલયમાં પિતાની રાજરમણી વિગેરે કુટુંબમંડળની સાથે સુખનો અનુભવ કરતો હોય ત્યારે ડીજવારમાં સઘળું સ્વમવત્ થઈ જઈ કાંટા કાંકરા અને કચરવાળી વિષમ અટવીઓમાં અટવાઈને પિતાની જીંદગી પુરી કરવાનો અવસર આવે છે, ઘડીમાં સ્વતંત્રતાની ૯હેરમાં મહાલવાનું હોય ત્યારે ઘડીમાં પરતંત્રતાની લેહમય નિગડમાં નિગડિત થઈ બંદીવાન તરીકે લાંબા કાળ સુધી રહેવું પડે છે, આ સઘળું પોતાના પૂર્વોપાર્જીત શુભાશુભ કર્મને જ આભારી છે.
આપણું કથાના નાયક સુંદરરાજા અને તેનું કુટુંબ રાણી મદનવલ્લભા વિગેરેને પણ સ્વઉપાર્જીત શુભાશુભ કર્મ તેઓના જીવનપ્રદેશમાં ભરતી અને ઓટનો સારો અનુભવ આપ્યા. સુંદરરાજાની અત્યાર સુધીની જીવનચર્યાથી આપણે જોઈ શકયા કે વિપુલ રાજ્ય ઋદ્ધિમાં ઉછરેલા રાજાની પ્રથમાવસ્થા તે રાજ્યસુખમાંજ વ્યતીત થઈ પરંતુ દ્વિતીયાવસ્થામાં તો દુષ્કર્મના ઉદયે તેને માટે દુઃખની વિષમ ખીણ ઉલ્લંઘવાની નિમણુ થઈ હતી. તેનું ઉલ્લંઘન કરવું એ મહાકઠણ કાર્ય હતું, પરંતુ પરાક્રમી રાજાએ ઉલટભેર સઘળી તે ખીણે સ્વાત્મબલથી ઉલ્લંઘન કરી સુખના સમભૂપ્રદેશમાં આવી પહોંચે. રાણી મદનવલ્લભાનો પણ હવે તે દિવસ આવવા લાગે છે જે કે પુત્રોને ક્ષણભરમાં જ વિયોગ થવાથી હાલતો પ્રથમ કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com