________________
૧૧ મું. ] પાપને ઘડે કુટછે. ૧૩૩ વાહ, કીર્તિપાલ, મહિપાલ, વિગેરેને વિદાય કર્યા અને રાજા રયવાહીને પિષાક પહેરી ઘોડેસ્વાર થઈ નગર બહાર નીકળી પડે.
કર્મની વિચિત્ર ઘટનાએ એકને એકજ આત્મા આ સંસારનાટયભૂમિમાં ભવભ્રમ કરતાં અનેક રૂપ ધારણ " કરી નૃત્ય કરે છે. એક ભવમાં દૈવિક અદ્ધિનો અનુભવ કરનાર અનેક દેવતાઓનો સ્વામી ઇદ્ર થઈ પોતાનું અખંડ શાસન દિગંતરમાં ફેલાવે છે ત્યારે કોઈ ભાવમાં તેજ આત્મા અશુભેદયે નારકીની અસહ્ય વેદનાઓને ભેગા થઈ અત્યંત દીન મુખે તે દુ:ખને અનુભવે છે. એકવાર પખંડ ભારતના સ્વામી ચક્રવર્તિપણાનું સામ્રાજ્ય ભોગવે છે. ત્યારે કોઈવાર તેજ આત્મા ઉદરભરણની ખાતર ઘેર ઘેર કિરવૃત્તિની વિટબના વેઠે છે, કોઈ વાર નરેશ તો કોઈવાર તનતોડ મજુરી કરનાર મજુર, કવાર ધનાઢય તો કોઈ વાર દારૂણ દુઃખમય જીવન ગુજારનાર કંગાલ, આ પ્રમાણે કર્મવિવશ આત્મા અનેક પ્રકારે પોતાનું જીવન વ્યતીત કરે છે. શાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે
"रंगभूमिर्न सा काचिच्छुद्धा जगतिविद्यते
विचित्रैः कर्मनेपथ्यैर्यत्रजीवैननाटिनम् ॥
સંપૂર્ણ સંખમંડલમાં એવી એક પણ વિશુદ્ધ રંગભૂમી નથી કે જેમાં વિચિત્ર પ્રકારના કર્મ જન્ય વિવિધ વેષ ધારણ કરી પ્રાણીઓએ નૃવ ન કર્યું હોય. નથી તેવી કે જાવી કે નથી તે તેવું કઈ કુળ અને નવી કઈ તેવું સ્થાન કે જ્યાં પ્રાય: કરીને સર્વ પ્રાણીઓ અનંતીવાર ઉત્પન્ન ન થયા હોય અને અનંતીવાર મરણને શરણ પણ ન થયા હોય. ટૂંકાણમાં કહીએ તો એજ કે આ ચાદ રાજલોકમાં એવો એક પણ આકાશ દેશ નથી કે જયાં વાણી એ જન્મમરણ કરી વિવિધ પ્રકારના નાટકે ન ભજવ્યાં હોય. કમવશવતી આત્માઓની દશાજ આવા પ્રકારની હોય છે. તેઓને પિતાના દુર્ભાગ્યના ઉદયે દુઃખ મળે છે અને સભાગ્યના ઉદયે સુખની પ્રાપ્તિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com