________________
૧૩ર સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ તિય લેકમાં પણ સ્વકનું કેવું સુખ અનુભવ્યું હશે જે આપણું ક૯૫નાની બાહ્ય રહી શકે એમ નથી અને પુણ્યના પ્રભાવે ઉભયની અવિરહ અવસ્થામાં ભાવી જીવન પણ તેઓને માટે તેવું જ નહિ બલ્ક તેથી પણ અધિક વૈભવવાળું નિર્માણ થઈ ચુક્યું છે, જે આપણે તેમના હવે પછીના જીવન ઉપથી જોઇ શકીશું.
સભામંડપમાં બેઠેલાં સઘળા સભાસદો જ્યારે રાજાએ મોકલેલા માણસોની અને તે સાથે સ્ત્રીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સુવર્ણમય સિંહાસન ઉપર અલકૃત થયેલો આપણે સુંદરરાજા ઉપર દર્શાવેલી વિચારમાં લીન થયે હતે. એટલામાં જ રાજાએ મોકલેલા માણસે દષ્ટિગોચર થયા પણ કોઈ અબળા આવતી જણાઈ નહિ. સર્વ સભાસદો પોતાના કર્ણને ઉત્તેજીત કરી આવેલા માણસો શું કહે છે તે સાંભળવા માટે ઉત્કંઠાવાળા થયા. તે માણસોએ સભામંડપમાં પ્રવેશ કર્યો અને નજીક આવી રાજા સન્મુખ હાથ જોડીને વિજ્ઞપ્તિ કરી. પ્રો! આપ કૃપાળુની આજ્ઞાનુસાર સુકોમલ વચને થી અનેક રીતિએ સમજાવતાં છતાં પણ તે અબળાએ વિનયપૂર્વક માત્ર એટલોજ ઉત્તર આપે કે-“હું રાજસભામાં આવી શકીશ નહિ અને આ સ્થાન છોડી કોઈ પણ સ્થળે જઈશ પણ નહિ.” માત્ર આટલા જ શબ્દો ઉચ્ચાર કરી તે અબળા નીચી દષ્ટિ કરી તેજ સ્થળે ઉભી રહી. છેવટે અમે ત્યાંથી પાછા ફર્યા અને આપની સેવામાં હાજર થયા.
સર્વ રાજવ અને પ્રેક્ષકો જોઈ રહ્યા હતા કે હવે ન્યાયી પ્રજાપાલ કેવા પ્રકારને ન્યાય આપે છે પણ રાજા તો બીજ દિશા તરફ ગમન કરી રહ્યો હતો. સેવકો દ્વારા પ્રાપ્ત થયેલા તે અબલાના પ્રત્યુત્તરથી રાજાનું હૃદય તેને મળવા વિશેષ આતુર થયું, તેના દર્શનની તીવ્ર ઉત્કંઠા જાગૃત થઈ, પણ સાવચેત રાજાએ પોતાની તે ઉત્કંઠા સભાસદોના લક્ષમાં ન આવે તેને માટે પુરતી કાળજી રાખી, અન્ય કાર્યનું બહાનું કાઢી બીજા દિવસ ઉપર ન્યાય આપવાનું મુતવી રાખી, મંત્રી, સેનાપતી, સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com