________________
૧૪ મું] પાપનો ઘડે કુટ
૧૩૧ હોય તેજ લાવજે. લેશમાત્ર પણ તેની ઉપર અહિંઆ લાવવા માટે બલાત્કાર કરશે નહિ. તેનું હૃદય દુભાવીને અહિંઆ આણવાની જરૂર નથી. રાજાની આજ્ઞાનુસાર તે પુરૂષો વિદાય થયા. સભામંડપમાં સર્વત્ર શાંતિ છવાઈ રહી. સઘળા મનુ છે તે અબળાની રાહ જોતા કચેરીમંડપના દરવાજા તરફ જોઈ રહ્યા હતા, આ અવસરે રજા ઉડી વિચારશ્રેણીમાં લીન થયું હતું. ફરી પણ તેની નજર આગળ પિતાના પૂર્વ ઈતિહાસ તરી આવ્યા અને મદનવલ્લભા સંબંધી અનેક વિચારો તેના મનમાં ફુરી આવ્યા.
અરે દેવ! તારે આ શો જુલ્મ! બીચારી મુગ્ધા મદનવલ્લભા ઉપર પણ તારી કરદષ્ટિ ફરી વળી. નિર્દોષ અબળા ઉપર પણ હે દેવ તે મહેર ન કરી. વક વિધાતાના વક વમળમાં સપડાયેલે પ્રાણી અવકદશાને અનુભવ ક્યાંથી જ કરે ! શું અત્યારસુધી તેના ભાગ્યમાં આવું દુઃખી જીવન નિર્માણ થયું હશે કે જેથી રાજ્યવસ્થા તો દૂર રહી, સામાન્ય અવ
સ્થાને પણ પરિહાર કરી છેક દાસીયેાગ્ય તુચ્છકાર્ય કરી પિતાનું જીવન વ્યતીત કરવાનો અવસર આવી પહોંચ્યું, પરંતુ આ સઘળે પ્રભાવ પોતાના ઉપાર્જન કરેલા દુકૃતકર્મને જ આભારી છે.
અશુભ અધ્યવસાયપૂર્વક કર્મબંધ કરતી વખતે જ તેનાં કફળે નિર્માણ થઈ ચૂક્યાં હતાં, જે હાલ અનુભવદશામાં આવ્યાં છે તો હવે શા માટે અન્ય દિશામાં જવું !
વિવેકી વાંચકો! આ પ્રેમીયુગલના હદયંગમ ભાવો ખાસ વિચારવાલાયક છે. પક્ષમાં પણ બનેને અરસપરસ કે દૈવી પ્રેમ છે, જે આપણે ઉપર દર્શાવેલી હકીકતથી સુસ્પષ્ટરિતે સમજી શકીએ એમ છીએ. સાચે પતિપત્નિ ભાવ તે આનું જ નામ! આનું જ નામ નિર્દોષ ગૃહસ્થાવાસ.
જ્યાં હદયના ભાવની જ ઐક્યતા ન હોય ત્યાં કાર્યની ઐક્યતા તે ક્યાંથી જ હોય અને તેથી જ કરીને તે ગૃહસ્થાવાસ નહિ પણ નરકાવાસન સમજે. અવિવેગ દશામાં આ પ્રેમીયુગલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com