________________
૧૩૦ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ
મહારાજાધિરાજ! તે સ્ત્રી કોણ છે તે તે હું નથી જાણ પણ પૃથ્વીપુરનગરથી હું તેને મારા સમુદાયની સાથે લઈ આવ્યો છું. મારે ત્યાં એક દાસી તરીકે રહી નોકર યેગ્ય સઘળાં કામકાજ કરે છે.
“પૃથ્વીપુરનગર” આ શબ્દ શ્રવણગોચર થતાંની સાથે જ રાજાના હૃદયમંદીરમાં પોતાની દુઃખમય જીવનલીલાના અનેક પ્રસંગોનો આબેહુબ ચિતાર ખડા થઈ ગયે. શ્રીસારશેઠનો બગીચે, એમદેવ સાર્થવાહને પડાવ, પ્રાણપ્રિયા મદનવલ્લભાનું ગુમ થવું, આજીવિકા માટે જિનાલયમાં પ્રભુપૂજન, પુષ્પચય નિમિત્તે ગયેલાં બાળકોની કિડા, શ્રીસારશેઠનો દારૂણ કિપ, બન્ને બાળકોને અસહ્ય માર વિગેરે ઘણા પ્રસંગે તેની નજર આગળ તરી આવ્યા. આ અવસરે રાજાનું હૃદય દુઃખથી એટલું બધું વ્યામિ બની ગયું કે માત્ર શરમને લઈને જ નેત્રમાંથી અશ્રુધારા ન સરી પડી.
સાર્થવાહે પિતાની હકીકત આગળ ચલાવી, મહારાજા ! તે સાચીના સંબંધમાં હું આટલી જ હકીકત જાણું છું, તે સિવાય તે કોણ છે? કોની સ્ત્રી છે? તેનું મૂળ સ્થાન કયું છે? વિગેરે કાંઈ પણ વિશેષ બીના મારા જાણવામાં આવી નથી પણ તેના લાંબા પરીચયથી એટલું તો ચેકસ કહી શકીશ કે તે કઈ ઉચ્ચતમ કુલાંગના હોવી જોઈએ. તેનામાં રહેલા સદ્ધર્તન, માયાળુ સ્વભાવ, શાંતમુદ્રા, મીતભાષીપણું વિગેરે ઉત્તમોત્તમ ગુણો તેની કુલીનતાની સંપૂર્ણ સાક્ષી પુરે છે. સાર્થવાહની આ હકીકતે રાજાની ૯ ટકા જેટલી આશા સફળ કરી. હવે આ રાજાના હૃદયમાં ચોક્કસ થઈ આવ્યું કે જરૂર તે સ્ત્રી અન્ય કોઈ નહિ પણ મદનવલ્લભાજ હોવી જોઈએ.
સાર્થવાહની હકીકત પૂર્ણ થતાંની સાથે જ રાજાએ પિતાના વિશ્વાસુ મનુષ્યોને હુકમ કર્યો કે તમે જલ્દી સાથેવાહના તંબુમાં જાઓ અને શાંતિમય મીઠાં વચનથી સમજાવીને તે સ્ત્રીને અહિંઆ બોલાવી લાવો પણ એટલું ખ્યાલિમાં રાખજો કે જે હદયના ઉમળકાપૂર્વક તે આવવા ખુશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com