________________
૧૧ મું] પાપને ઘડે કુટ. ૧ર૯ સાચેસાચી હકીકત મેં આપની સમક્ષ દર્શાવી. ત્યાર પછીની સઘળી બીના સાર્થવાહદ્વારા આપ જાણી ચુક્યા છે એટલે મારે ફરી જણાવવાની જરૂર નથી. સ્વામિનાથ ! આજ હકીક્તની રૂએ અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમો દેષપાત્ર નથી. હવે આપને યોગ્ય લાગે તેમ કરે. આ પ્રમાણે કહી કીતિપાલે માનને આશ્રય કર્યો. વળી પણ રાજા પિતાના વહાલા પુત્રના આ વચનેથી આનંદસાગરમાં મહાલવા લાગ્યો. પુત્રના મુખથી ઉપરની હકીક્ત સાંભળી રાજાની માનસિક ઈચ્છા સફળ થવાની દિશા તરફ વળવા લાગી. કીર્તિપાલની હકીક્ત પૂર્ણ થતાંની સાથે રાજાએ પોતાની દષ્ટિ સાર્થવાહ તરફ ફેંકી અને પ્રશ્ન કર્યો કે –
સાર્થવાડ! સાચી હકીકત જણાવી દો કે તમારા સમુદાયમાં રહેલી તે સ્ત્રી કોણ છે?” રાજાએ પુછેલા પ્રશ્નવાકયમાં રહેલા “ સાચી હકીકત” આ શોએ સાર્થવાહના હૃદય માં કોઈ નવીનજ ચમત્કાર ઉત્પન્ન કર્યો. જો કે સાર્થવાહને એ સંભાવના પણ નથી કે મારે ત્યાં રહેલી સ્ત્રીને આ રાજા ભરથાર હશે છતાં પણ તે વચનમાં રહેલા ગેબી ચમત્કારથી તે કાંઈક ક્ષેભ પાપે. સ્વાભાવિક છે કે હમેશાં પ્રપંચી મનુષ્ય સર્વત્ર સ્થળે શંકાની દષ્ટિએ જ જુએ, કોઈ પણ સ્થળે તેની દષ્ટિ નિર્વિકારી હોતી નથી. સાર્થવાહ વિચાર્યું કે રાજાના પ્રશ્નને જે આડેઅવળા ઉત્તર આપીશ અને જે ભવિતવ્યતાથી ભારે પ્રપંચ ખુલ્લો પડશે તે દેશના પરિભ્રમણ કરી અથાગ પ્રયને ઉપાર્જન કરેલી લક્ષ્મીદેવીને મારે સદાને માટે વિયાગ થશે એટલું જ નહિ પણ દુનિયામાં દિગંતગામી અપયશની મોટી હકા બગડશે અને અંધારા કારાગૃહમાં લેખડની બેડીઓથી જકડાવું પડશે. આટલાજ ખાતર સકંજામાં આવેલા પ્રપંચી સાર્થવાહે ઝાંખી થયેલી પોતાની મુખાકૃતિ બાહ્યથી હર્ષયુક્ત બતાવી રાજાસમક્ષ તેના પ્રશ્નનો કેટલોક સાચો પ્ર ત્યુત્તર આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com