________________
૧૨૬ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ હદયમાં શલ્યની માફક ખું. તેઓએ ન્યાયી રાજા તરફથી આ વચન ની આશા નહોતીજ રાખી. તેઓ એમજ ધારતા હતા કે જે આપણે નિજ છીએ તે આપણને ભય શાનો હોઈ શકે ! તેમાં વળી ન્યાયી ભુપતિ પાસેથી આપણને ભયની સંભાવના સ્વને પણ ક્યાંથી જ હોય ! પણ એ આશા રંગે હદયસરોવરમાં જ વિલય પામ્યા. આમ અસંભાવ્યની સંભાવનાથી બને ભાઈઓનું અંત:કરણ ઘણું જ દુ:ખી થયું, સાથે ભયે પણ તેઓના હૃદયમાં પોતાનું સ્થાન લીધું. કોણ જાણે કોપાયમાન થયેલે રાજા હવે આપણને શું કરશે આવી ઝંખના પણ તેઓને થઈ આવી. દુઃખ અને ભય જાણે બન્ને ભાઈઓની ખબર અંતર પુછવાને માટે આવ્યા હોય નહિ તેમ તે બે બે રૂપ ધારણ કરી બન્નેને ભેટી પડયા, અથતુ રાજાની આ વર્તન શુંકથી તેઓ ભય અને દુ:ખના વાદળથી ઘેરાઈ ગયા. - દુનિયામાં કહેવત છે કે –“સત ક્ષતત મા ” જેનાથી પિતાનું રક્ષણ થવાની સંભાવના હોય તેનાથી પણ કેટલીકવાર ભય ઉત્પન્ન થાય છે, આ લોકોક્તિ પણ તેઓના હિસાબે અક્ષરશ: સાચી જ ઠરી. બન્ને ભાઈઓ એમ પણ ધારતા હતા કે રાજા માત્ર સાથે વાહનું જ સાંભળશે એમ નહિ પરંતુ આપણી હકીકત પણ અક્ષરશ: સાંભળશે અને ત્યારપછીજ ન્યાય આપશે, પણ રાજાના એકજ વાકય થી એ આશા પણ ધુળમાં મળી ગઈ, છતાં પણ જેમ ભુપે સીંહ શિયાળ ઉપર ત્રાપ ન મારે તેમ કુલીન ક્ષત્રિીયવીર અને તેમાં પણ તે બહાદુર સુંદરરાજાના પુત્ર, જેથી હિંમત ન હારતાં, દીનતાનો આશ્રય ન કરતાં ઘેર્ય ધારણ કરી મોટા બંધુ કીતિપાલે રાજાને વિનંતી કરી કે
સ્વામિનાથ ! આપ પ્રજાના પાલક સાચા પિતા તુલ્ય છે, આ સર્વ પ્રજા એ આપની સંતતિ કહેવાય છે, વળી પિતાને પિતાના સર્વ સંતાનો ઉપર સમદષ્ટિજ હોય તે આપ ન્યાયી પ્રજાપાલકને તો ન્યાયાસન ઉપર અલંકૃત થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com