________________
*
*
*
*
૧૩ મું.] પાપનો ઘડે કુ.
૧૨૭ વાદિ પ્રતિવાદિઓની હકીકત સાંભળી તેઓને ન્યાય આપવો એ આપની ફરજ છે. ગુન્હેગારને ગુન્હાયોગ્ય સજા આપવીજ જોઈએ એમાંજ આપના રાજ્યની આબાદી છે અને જે તેમ કરવામાં ન આવે તો રાજ્યમાં અનેક વિદને આવી નડે એ સ્વાભાવિક છે. પરિણામે રાજ્યની પ્રજા અતિશય દુઃખના વિષમ પ્રસંગમાં ઘેરાઈ જાય અને તેના પાપનો ભાગીદાર રાજ પોતેજ થાય, આ સઘળી હકીકત આપ સારી રિતે સમજી શકે છે. હવે માત્ર અમારે આપને એકજ વિજ્ઞપ્તિ કરવાની બાકી છે તે એજ કે આપે માત્ર સાર્થવાહની વાતો સાંભળી છે, પરંતુ અમારી હકીક્ત બીલકુલ સાંભળી નથી, માટે આપ અમારી હકીકત સાંભળો. જે આપની આજ્ઞા હોય તે હજુરમાં નિવેદન કરીએ.
પુત્રના મુખકમલમાંથી નિકળતી સુધારવાહી આ વચનપંક્તિએ રાજાના અંત:કરણમાં અજબ ચમત્કાર ઉત્પન્ન કર્યો. પિતાના પુત્રનાં મધુર વા સાંભળવાની તીવ્ર ઉ. ત્કંડા ક્યારનીએ રાજાને થઈ રહી હતી તે પણ સફળ થઈ. તેના પ્રત્યેક વાક્યો સાંભળતાં રાજાના કર્ણયુગલ અમૃતરસથી ભરપૂર થતાં હતાં અને હૃદય અપૂર્વ આનંદરસાબ્ધિમાં નિમગ્ન થયું. અહો શું તેઓનું વચનમાધુર્ય, શું ગંભીરતા, શું હૃદયનું વૈર્ય અને રાજસભામાં સર્વ સમક્ષ આવી અવસ્થામાં પણ નીડરતા ! આ અવસરે પણ રાજાનું હૃદય હર્ષથી ઉભરાઈ ગયું અને આસ્થાનમંડપમાં જે કોઈ ન હોત તે જરૂર સાથે સ્ત્રીની માફક રાજા પણ હર્ષાશની ધારા વરસાવતે બન્નેને કંઠે વળગી પડયે હોત, કારણકે હજુ સમુદાય સમક્ષ તેમ કરવામાં રાજા પિતાનું શ્રેય: જે શકતા નહતા.
રાજા પ્રથમથી જ સમજાતે હતો કે મારા પુત્રે કદી સદેષ હેાય જ નહિ, તેઓ તદ્દન નિર્દોષજ હોવા જોઈએ અને તેથી જ રાજાને કેપ માત્ર બાહ્યાડંબરી જ હતા, હૃદયમાં તે તેના પ્રત્યે નિર્મળ દયાનું અખુટ ઝરણું વહી રહ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com