________________
૧૧ મું. ] પાપનો ઘડે કુટછે.
૧૨૫ આ અવસરે પુત્રસ્નેહે પણ રાજાના અંત:કરણનું અજબ આકર્ષણ કર્યું. કાચાપોચાથી આ આકર્ષણ ઝીલી - કાય તેવું નહતું, જરૂર આકર્ષણમાં ખેંચાવું જ પડે પણ વીરશિરોમણી રાજા મહા વિચારશીલ હતો, આજુબાજુના પ્રસંગો અને ભવિષ્યનો વિચાર કર્યા પછી જ કોઈ પણ કાર્ચમાં પ્રવૃત્તિ કરતે હતો. આ અવસરે તેને એમજ લાગ્યું કે ભેદ ખુલ્લો કરતાં રખેને મારા કાર્યને વિનારા થાય માટે હાલ તો ગંભીરતાને આશ્રય કરવો એજ હિતકર છે.
અદ્યાપિ પર્યત પહેરેગીરના વેષમાં રહેલા બન્ને યુવકોમાંથી કેઈએ પણ પિતાના પૂજ્ય પિતાશ્રીને ઓળખી શક્યા નહિ. સ્વાભાવિક છે કે બાલ્યાવસ્થામાં જ વિખુટા પડેલા પુત્રે એકદમ પિતાના માતા પિતાને શી રીતે ઓળખી શકે અને તેમાં પણ વિયેગના અવસરે પિતાની સ્થિતિ કંઈ અને આ વખતની સ્થિતિ કંઈ, આ બે સ્થિતિમાં જ આકાશ પાતલ જેટલું અંતર હતું. પોતાના પિતા આવી અનુપમ રાજ્યવસ્થાનો અનુભવ કરતા હોય એવી સંભાવના પણ તે પુત્રોને કયાંથી હોઈ શકે !
રાજાએ પોતાના કાર્યની સફલતા ખાતર મહાન ગંભીરતા ધારણ કરી; જાણે કાંઈ જાણતાજ ન હોય તેમ રાજાએ પિતાના મુખ ઉપર ફરી વળેલી હર્ષની છાયા પણ છુપાવી દિીધી અને બાહ્યથી કાંઈક કલસહિત બને પુત્ર સમુખ જે ઉચ્ચ સ્વરે કહ્યું કે “અરે! તમે આ શું કર્યું, તમે એ રક્ષક થઈ ભક્ષકનું કાર્ય કર્યું?” બાહ્યથી પણ કોધયુક્ત રાજાના આ શબ્દોએ નિર્દોષ યુવકોના અંતઃકરણ ઉપર સખ્ત આઘાત કર્યો. જેમ આકિ અશ્વ (તેજી ઘે) કદી પણ ચાબુકના પ્રહારને સહન કરી શકતો નથી, તેને તે પ્રહાર અતિશય દુઃખદાયી થઈ પડે છે તેમ બીનગુન્હેગારને અલ્પમાત્ર શિક્ષા પણ અતિશય દુ:ખકર નીવડે એ સ્વાભાવિક છે. તેઓ જાણતા નહતા કે રાજાના મુખ ઉપર જણાતો રોષ માત્ર બાહ્ય હતું, તેથી તેમને વચનપ્રહાર બને બંધુઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com