________________
૧૨૪ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ
યથી પ્રેરાઈને જ હોય નહિ તેમ શ્રીપુર નગરમાં આવી પહોંચ્યો અને ગતપ્રકરણમાં જણાવ્યા પ્રમાણે રાણીને પિતાના વ્હાલા પુત્રોનો સમાગમ થયો.
સુંદરરાજાએ પણ પોતાના પુત્રને સારી રીતે ઓળખ્યા. ચિરકાલથી વિયેગી પિતાના વ્હાલા પુત્રોના દર્શન માત્ર થીજ રાજાના આનંદનો પાર રહ્યો નહિ. દિન રાતભર જેએને માટે રાજા ચિંતાતુર રહેતો હતો તેઓને આજે અણ ધાર્યો એકાએક સમાગમ થવાથી જાણે તેના અંત:કરણમાં નવું ચૈતન્યજ રેડાયું હોય તેવો ભાસ થયો અને જેમ શત્રુ સૈન્યના દળનું આક્રમણ કરતાં શૂરવીર દ્વાઓ પિતાના શરીરપર આવતા શત્રુઓના બાણપ્રહારને નિષ્ફલ કરવા ખાતર શરીરપર લોખંડનું બખ્તર ધારણ કરે છે તેમ રાજાએ પણ પિતાના શત્રુભૂત આપત્તિના કઠોર પ્રહારને નિષ્ફલ કરવા ખાતરજ હોય નહિ કે શું તેમ શરીરપર રોમાંચકવચ ધારણ કર્યું, અર્થાત્ મરૂભૂમીમાં ક૯પશાખી સમાન પુત્રના દર્શનથી ઉત્પન્ન થયેલા અત્યંત હર્ષાવેશથી રાજાની સઘળી રામરાજી વિકસ્વર થઈ
પુત્રોને ઓળખ્યા પછી રાત્રી સંબંધી સાર્થવાહ કહેલી હકીકત ઉપર પણ રાજાની વિચારમાળા ફરી વળી, તેને એમજ લાગ્યું કે મારા પુત્રે કદી પણ અન્યાય માર્ગે પ્રયાણ ન કરે તે શું મનુષ્ય હરણ જેવો મહાપાપી ગુન્હો તેઓનામાં સંભવી શકે ખરો કદીજ નહિ, ત્યારે સાર્થવાહના કહેવા પ્રમાણે જે અબળાનો સાથે આ બન્ને પુત્રએ ધર્તતા કરી તે અબળા કોણ હશે વારૂ ! મારા હૃદયમંદીરમાં વાસ કરી રહેલી આ પુત્રોની માતા મદનવિદ્ગભા તો ન હોય ! હશે ! જે હશે તે હમણાં જ માલુમ પડશે. જો કે રાજાનું અંત:કરણ ઘણું ચપલ થવા લાગ્યું, જાણે એકી વખતેજ સઘળાં કાર્યો કરી નાંખી મારી ઈષ્ટ વસ્તુને પ્રાપ્ત કરી લઉં પણ લાંબો વિચાર કરી રાજાએ પોતાના ચંચલ મનને સ્થીર કર્યું અને સમજાવ્યું કે ઉતાવળ ન કર, સમતાનાં ફળ મીઠાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com