________________
૬૦ મું ] પુત્ર સમાગમ
૧૨૧ સારો સંબંધ બંધાયેલો હોવાથી સાર્થવાહ છુટથી રાજાની સાથે વાતચીત કરી શકતો હતો. આ અવસરે પણ તેણે ઉપાલંભ પૂર્વક માહારાજને વિજ્ઞપ્તિ કરી “મહારાજા ! આપ જેવા ન્યાયી પ્રજાપાલકના આજ્ઞાધારી સેનાધિપતિએ અમારા સમુદાયનું રક્ષણ કરવા ઘણા સારા પહેરેગીરો મેકલ્યા કે જેઓની વફાદારીની વાત પણ દુનિયામાં ન થઈ શકે ! જેનાથી રક્ષણ થવાની આશા રાખીએ તેનાથી જ છે ભક્ષણ થવાનો અવસર આવે તે કહેવું કોને ! મનુષ્યહરણ જેવો મહટામાં મેહટ ગુન્ડે આપના રાજ્યની છત્રછાયા નીચે થાય તે કેવું કહેવાય તે આપને જ વિચારવું ઘટે છે. આપ હજુરની સમક્ષ ઉભેલા આપનાજ પહેરેગીરાને જુઓ, જેઓએ રાત્રીએ ચાકી ભરતાં અમારાજ માણસ સાથે પૂર્તતા કરી', આ પ્રમાણે કહી સાથે વાહે પિતાની દષ્ટિએ નિહાળે સઘળો વ્યતિકર હારાજાને કહી સંભળાવ્યા. રાર્થવાહની હકીકત સાંભળી ન્યાયી અને પ્રજાપાલક રાજાના અંત:કરણમાં જબરો આઘાત થયો, ને રેષથી રક્તવર્ણવાળા થઈ ગયાં છતાં પણ રાજા નિવિવેકી નડે. અત્યાર સુધીની જીંદગીમાં તેણે આવા અનેક અનુભવો મેરા હતા. સાહસ કરવામાં કેવાં ગંભીર પરિણામો રહેલા છે તેનો ખ્યાલ તેની દષ્ટિબાહ્ય નહોતો, એટલે પૃથ્વીપતિએ પોતાના ઉછળતા હદયને પ્રથમ સ્વસ્થ કર્યું અને પાસે રહેલા સેનાધિપતિને મધુર અવાજે પ્રશ્ન કર્યો કે–આ બને પહેરેગીરે કેણ છે અને કેટલા વખતથી તમારા હાથ નીચે નોકરી કરે છે ? મહારાજાના મુખમાંથી નીકળતી ઉપર્યુક્ત પ્રશ્નોભિત મધુરી વાણીએ સૈન્યાધિપતિના ઉદ્વિગ્ન અંત:કરણને સાંત્વન આપ્યું, કેમકે સાર્થવાહની હકીકત સાંભળતી વખતે જ તે આસો બની ગયે હતું, તેમાં પણ મહારાજાના રાષ્ટ્રણ નેત્રથી તે વિશેષ પ્રકારે ભયભીત બન્યો હતો.
મહારાજાના પ્રશ્નના ઉત્તરમાં તેણે હાથ જોડી નમ્રવદને નીચે પ્રમાણે કહ્યું:- કે દેવ ! તેઓ કોણ છે તે હું જા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com