________________
૧૨૦ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ માંજ ગુજારતી હતી તેમાં પણ આ વેળાએ તો તેને પુત્રવિયે ગના દારૂણ દુઃખે શાંતિજન્ય સુખ તો ક્યાંથી જ હોય! દુઃખ અબળાએ બાકી રહેલી સઘળી રાત્રી પુત્ર સંબંધી અને સંકલ્પ વિકલ્પમાં વ્યતીત કરી. પુત્રોના દુ:ખ સ્મૃતિપથમાં આવતાં વારંવાર તેનું હૃદય ભરાઈ આવતું હતું અને ઉંડ નિસાસા નાંખતી હતી. અરે! હવે મને મારા વ્હાલા પુત્ર કયારે મળશે? હું તેઓનું મુખ કયારે દેખીશ ? કુટી સાથે વાહ મારા પુત્રને કેવું સંકટ આપશે તે કાંઈ કલ્પી શકાતું નથી. આ પ્રમાણે અનેક પ્રકારના વિચારમાંને વિ ચારમાં પ્રાતઃકાલ થયો અને નિશાદેવીનું અંધકારમય સામ્રા જ્ય વિલય પામ્યું. પૂર્વ દિશામાંથી અરૂણને રક્ત પ્રકાશ ભૂમંડળપર વિસ્તાર પામ્યો. સાથે વાહના સમુદાયમાં પણ કાલનિવેદક પુરૂષોએ પ્રાત:કાલનાં ચોઘડીયાં વગાડયાં. લેકે જાગૃત થયા અને પોતાની નિત્યક્રિયામાં મશગુલ થયા. બીચારી દીન અબળા તો શોકસાગરમાં ઉંડી ઉતરી ગઈ હતી, આજે તે તેને નિત્યક્રિયાનું ભાન પણ નોતું. સમુદાયના અધિપતિ સાથે વાહ પણ અવસર થતાં શય્યામાંથી ઉઠા, ઉડતાની સાથેજ શત્રોનો બનાવ તેના હદય આગળ ખડો થયે એટલે દરરોજ કરતાં કાંઈક વહેલા રાજસભામાં જવાને ઈરાદો રાખે. જલ્દીથી સ્નાન વિગેરે પ્રાત:કાલનાં કાર્ય કરી સુંદર પિશાકથી સરું થયે અને બન્ને બંદીવાનેને સાથે લઈ રાજદરબાર તરફ ચાલે. આ અવસરે મડારાજા પણ પોતાની નિત્યક્રિયાથી પરવારી રાજસભામાં આવી પહોંચ્યું હતું અને જોવામાં રાજા અન્ય રાજકાર્યમાં ગુંથાવાની શરૂઆત કરતો હતો, તેવામાં દૂરથી બંદીવાનોની સાથે સાર્થવાહે મહારાજાની હજુરમાં હાજર થઈને નમસ્કાર કર્યો. મહારાજાએ તેનું ઊંચિત સન્માન કરી યોગ્ય આસને બેસાડવા પ્રબંધ કર્યો, અવનીપતિનું ચિત્ત સાર્થવાહ તરફ હતું એટલે વ્યવહારકુશળ સાર્થવાહે પિતાની હકીકત શરૂ કરી. થડા પરિચયમાં પણ મહારાજાને અને સાથે વાહને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com