________________
૧૧૮ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ દોરાયું, તેના અંતરમાં ચાલતી વિચારણ એટલેથીજ વિરામ પામી. શબ્દો પણ કાંઇક પરિચિત લાગવા માંડ્યા એટલે ક્ષણે ક્ષણે સાંભળવા પ્રત્યે આકાંક્ષા વિશેષ વૃદ્ધિ પામવા લાગી. એકાગ્રચિત્ત તેઓની વાત સાંભળતાં તેનું હૃદય ભરાવા લાગ્યું. જેમ જેમ વાત આગળ વધતી જતી તેમ તેમ તેના કેમલ અંત:કરણપર આઘાત પડતો હતો. તેના નેત્રમાંથી અશ્રુધારાને પ્રવાહ પડવા લાગે અને સાથે આનંદની ઉમિઓ પણ ઉછળવા લાગી. એકી સાથે પરસ્પર વિરોધી ભાવે તેના અંતરમાં આવિર્ભાવ પામ્યા. અનુક્રમે મહાટા બંધુએ પોતાના લઘુબંધવ આગળ સઘળું આત્મવૃત્તાંત વર્ણવી દીધું, બનેને વાર્તાલાપ સમાપ્ત થયે. અત્યાર સુધી ગુપ્ત રહેલ તે દીન અબળાને સ્નેહ અને શોક હવે તેનાથી ગુપ્ત રાખી શકાય નહિ, તેનું હૃદય ઉભય ભાવને પ્રગટ કરવાની તીવ્ર ઈચ્છાવાળું થયું, કહે કે સ્નેહ અને શેકે તેને મુગ્ધ બનાવી દીધી. પિતાના તંબુમાં કે બહાર કઈ પણ અવસરે જેણે નિસ્રદષ્ટિ સિવાય કોઇના પ્રશ્નને પ્રત્યુત્તર પણ આ નહેાતે, કદી પણ જેણે સ્ત્રીસમુદાયમાં પણ ઉચ્ચ સ્વરે કેઈની સાથે વાર્તાલાપ કર્યો નહોતે, તે દુખીણ અબલાને આ અવસરે એકાએક જોર આવી ગયું અને એકદમ ખુલ્લી રીતે તંબુની બહાર નીકળી અને જે સ્થળે તે બન્ને યુવકો પહેરે ભરતા હતા તે તરફ ઝડપથી દોડી આવી અને છેક બન્નેની પાસે જઈ ઉચ્ચ સ્વરે રૂદન કરતી તેઓને કંઠે વળગી પડી. “હા ! મારા વ્હાલા પુત્ર! ! આજે મંદભાગીની માતાને તમે ઘણા લાંબા કાળે પણ મળ્યા.” આ પ્રમાણે બોલતી ફરી પણ મોટા અવાજથી પ્રગટપણે રૂદન કરવા લાગી. એક તરફ પુત્રોની કહાણું હૃદયમાં તરવરી રહેલી હોવાથી તેનું હૃદય અંતરથી દાવાનળની જેમ બળતું હતું તેથી જ તેનું રૂદન અલિત ગતિએ ચાલુજ હતું. અરે! મારા વ્હાલા પુત્ર ઉપર પણ વક વિધાતાનો આવે દિારૂણ કોપ ! ત્યારે બીજી તરફ અતુલ દુઃખસમૂહમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com