________________
૧૦ સું. ]
પુત્ર સમાગમ.
૧૨૭
4
,,
રહેવું ! અરે આ કારાગૃહનું કષ્ટ પણ ભલે હા ! જો મારા શીલવ્રતને કોઇ પણ પ્રકારે આંચ ન આવે તેા વ્હેતર કે એ કષ્ટ પણ હું સહન કરી લઇશ, પણ કુટીલ સાર્થવાહના હવે ભાસે પહાંચી શકતા નથી. હે અસ્ય રહેલાં દેવ દેવીએ ! મારા નિર્મલ માર્ગમાં કટકભૂત આ સાર્થવાહથી મારા નિસ્તાર કરા, અગર અ ંત:કરણની કુટિલતાના જડમૂળથી વિનાશ કરી તેને સન્મતિ સમર્પી કે જેથી હું સુખપૂર્વક મારા શીલવ્રતનું રક્ષણ કરૂ. આટલા દીર્ઘકાળ પર્યંત અનેક કષ્ટો વેઠીને પણ હું મારા શીયલ વ્રતને અખંડ પાળી શકી છું પણ ભવિષ્યમાં વિષયાંધ સાથે વાહ મારી ઉપર શુ ખ્રુશ્મ કરશે તે સમજી શકાતું નથી. આ પ્રમાણે તે દુ:ખી અમલા મધ્ય રાત્રીના અવસરે પેાતાના કષ્ટ સબંધી અનેક વિચારચક્રમાં આગળ વધ્યે જતી હતી. તેણીનુ આખુ અંગ અત્યત જીર્ણપ્રાય વસ્ત્રોથીજ આચ્છાદિત હતું, પેાતાના શીલસંરક્ષણની ખાતર ઘણું ખરું તે સ્ત્રી આખી રજની જાગ્રતદશામાં ગુજારતી હતી.
આ અવસરે તેજ દિશામાં પહેરા ભરવા આવેલા અન્ને યુવકા પોતાના આત્મચિતવૃત્તાંતમાં લયલીન અન્યા હતા. મધ્યરાત્રીને લીધે તે વખતનું વાતાવરણ ઘણું શાંત હાવાથી મંદ સ્વરનું ઉચ્ચારણ પણ નજીક રહેલા મનુષ્યના કર્ણ યુગલ સુધી પહોંચી વળે તેવું હતું એટલે કે નજીક રહેલા મનુષ્ય સાંભળવા ધારે તે અક્ષરશ: સઘળી હકીકત સ્પષ્ટરીતે સાંભળી શકે, પરંતુ આપણે ઉપર જોઇ ગયા કે આ અવસરે માત્ર દુખીણી દીન અમળાને છોડીને લગભગ સઘળે! સમુદાય નિદ્રાધીન થયા હતા. તે દીન અમલા પણું શાસાગરમાં નિમગ્ન થઇ રહી હતી, અવારનવાર તેના હૃદયમાં પોતાના દુ:ખસ ધીજ વિચારશ્રેણી ચાલતી હતી, એટલે આ અવસરે તેનું પણ લક્ષ તેની વાત સાંભળવા પ્રત્યે ઉપેક્ષાવૃત્તિવાળુ હતું, છતાં પણ એકાએક તેાન કર્યું યુગલપર બન્ને યુવકના શબ્દ અથડાયા એટલે તેનું ચિત્ત સાંભળવા તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com