________________
૧૧૪ સુંદર રાજા સુંદર ભાવના, [પ્રકરણ કર્યો હતો. એક અવસરે કોઈ ધનાઢય વ્યાપારી વ્યાપાર નિમિત્તે દેશાંતરમાં પરિભ્રમણ કરતો મોટા સમુદાયની સાથે અધિક લાભની આશાથી નગરની બહાર આવી પહોંચ્યા અને સાર્થમાં મનુષ્યને સમૂહ વિશેષ હોવાથી નગરની બહાર પરિસરમાં જ પિતાના તંબુ તાણ્યા. ધનવાન સાર્થવાહ માત્ર ધનનો સંચય કરવામાંજ કુશલ હતો એમ નહિ પરંતુ વ્યવહારકુશળ પણ હતો અને વિવિધ દેશાંતરમાં ભ્રમણ કરી અનેક પ્રકારના મનુષ્યને પરીચયમાં આવી અનેક અનુભવ મેળવ્યા હતા તેથી ઊંચિત કિયા કરી સાર્થવાહે પ્રથમ તો રાજાને
ગ્ય ભેગું કરી તેમની પ્રીતિ સંપાદન કરવાનો નિર્ણય કર્યો. પોતાની સાથે રહેલા બીજા ધનવાન શેઠીઆઓને સાથે લઈ રાજભવનમાં ગયો અને લેણું મુકી રાજાની મુલાકાત લીધી. રાજાએ પણ શેઠનું સ્વાગત કર્યું. દેશાન્તરના આશ્ચર્યજનક દ સંબંધી સમાચાર પુછયા. સાર્થવાહ અને રાજા વચ્ચે ઘણા સમય પર્યત વાર્તાલાપ થયે, બને પ્રસન્ન થયા. પછી સાર્થવાહ રાત્રીએ પોતાના સમુદાયની રક્ષા માટે કેટલાક લશ્કરની માંગણી કરી. રાજાએ પણ સાર્થવાહની માંગણીને અનુસાર તરતજ પોતાના સેનાધિપતીને સાર્થની રક્ષા નિમિત્તે પહેરે ભરવા હુકમ કર્યો. તરતજ સેનાધિપતીએ આયુધસહિત પિતાના લશ્કરને સાર્થવાહના સમુદાયની રક્ષા માટે મોકલી આપ્યું અને સેનાપતીએ દશાવ્યા મુજબ પહેરે ભરવા માટે અમુક આકારમાં ગોઠવાઈ ગયું. આ પ્રમાણે રાજાની આજ્ઞાથી આરક્ષકનિરંતર રાત્રીએ પોતાની સેનામારફત સાર્થવાહના સમુદાયની રક્ષા કરતે હતે.
કોઈએક અવસરે સેનાધિપતીએ નવા આવેલા બન્ને પરાક્રમી યુવક બંધુઓને આ કાર્ય માટે યોગ્ય થયેલા જાણી અન્ય લશ્કરની સાથે સાથે સંરક્ષણ માટે મોકલ્યા અને તે બને યુવકોને અમુક એક દિશા તરફ પહેરો ભરવાનું સુચવ્યું. બને ક્ષત્રીય યુવકે જે કે સામાન્ય સ્થિતિને અનુભવ કરતા હતા છતાં પણ તેનામાં ગુણે તે અસાધારણુજ હતા. દુનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com