________________
૧૦ મું. ]
પુત્ર સમાગમ.
૧૧૫.
યામાં સારા નરસા અનેક અનુભવ અનુભવીને પુન્યશાળી મનુષ્યના નિર્મલ અંતઃકરણમાં જે સ્થિરતાગુણને પ્રાદુર્ભાવ થાય તે સ્થીરતા અને ગંભીરતા ઉન્માદ દશામાં પ્રેરનારી ઉછરતી વયમાં પણ તે યુવકોના હદય પટપર તરવરી રહી હતી. આ ગુણોની સાથે તેઓ એકનિષ્ઠાથી સ્વામિનું કાર્ય કરવાની સદ્ભાવનાવાળા હતા. કેઈ પણ પ્રકારે મિના કાર્યને વિનાશ કરી નિમકહરામન જ થઈએ, આવી વૃત્તિઓ હંમેશાં તેઓને ઉદાર અંતઃકરણમાં ઉદય પામતી હતી, આજ ઉદ્દેશથી તેઓ વિચારતા હતા કે આપણે સંપૂર્ણ રાત્રી જાગૃત દશામાં રહી પહેરો ભરવાની છે. રખેને આપણાથી નિદ્રાદેવીના પાસમાં સપડાઈ સ્વામિની આજ્ઞાને અનાદર ન થઈ જાય. માટે આપણે કોઈ વિદજનક કથા કરીએ કે જેથી આપણા સ્વામિની આજ્ઞાનું અખંડ પાલન થાય અને સમગ્ર રાત્રી પણ આનંદભેર વ્યતીત થાય. છેવટે બેમાંથી લઘુવયવાળા યુવકે પિતાના બંધુને કહ્યું કે, ભાઈ ! તેજ કોઈ ચમત્કારી દષ્ટાંત સંભળાવ. મહાટા બંધુએ તેમની વાત સ્વીકારી અને પોતાનું આત્મચરિતવૃત્તાંત તેની આગળ નિવેદન કરવાની શરૂઆત કરી. રજની ઘણ વીતી જવાથી સાર્થવાહના સમુદાયમાં ચારે બાજુએ શુન્યકાર છવાઈ રહ્યો હતો, છતાં પવનના સુસવાટા પહેરેગીરોના પકાર અને ઘુઅડ શિયાળ વિગેરે પ્રાણુઓના ભયજનક શબ્દ વચ્ચે વચ્ચે શ્રવણપથમાં પડતા હતા. કેટલેક અપવાદ છોડી નિદ્રાદેવીનું સામ્રાજ્ય સર્વત્ર સ્થપાઈ રહ્યું હતું. આ પ્રમાણે સર્વ સમુદાય જ્યારે નિદ્રાધીન થયો હતો તે અવસરે જે સ્થલે બને રક્ષક યુવકો વાર્તાલાપ કરે છે, તે સ્થળથી અત્યંત નજીકનાજ તંબુમાં મહાદુઃખીણિ કોઈ દીન અબલા જવરાતુરની જેમ દીધું અને ઉષ્ણ શ્વાસોશ્વાસ નાંખતી શકાકુલ હૃદયે મહા વિચારશ્રેણીમાં આરૂઢ થઈ હતી. “હા! દેવ ! આ દીન અબળા ઉપર આ શો જુલમ ! તારા સઘળા મને રથ પૂર્ણ થઈ ચૂક્યા છે માટે હે વિધિ ! હવે તે તે અનુકુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com