________________
૧૦ સુ]
પુત્ર સમાગમ.
૧૧૩
વાંચકા! આપણે ગત પ્રકરણમાં જોઇ ગયા કે નૂતન અવનીપતી સુંદર ભૂપાલના ભાગ્યેાદયે શ્રીપુરનગરનું રાજ્ય દરેક પ્રકારના સાધનેાથી દીન પ્રતિદિન વૃદ્ધિજ પામતું હતું, જેના પ્રમાણમાં રાજ્યની આબાદી માટે તેમજ પ્રજાના સંરક્ષણ માટે તેના પ્રત્યેક સાધના વધારવાં એ પણ રાજાની એક ફરજજ છે. સાચા પ્રજાના નાથ ત્યારેજ કહી શકાય કે જ્યારે પ્રજાને નડતી અડચણા દૂર કરી તેની જરૂરીઆતા પુરી પાડે અર્થાત્ ધન વિગેરે પ્રાપ્તિના માર્ગ સરળ કરે અને સર્વ પ્રકારે તેનું રક્ષણ કરે. કહ્યું છે કે-“ યોગક્ષેમન્નાથ: ” ચૈત્ર અપ્રાપ્ત 0 વસ્તુની પ્રાપ્તિ અને ક્ષેમ–પ્રાપ્ત વસ્તુનું સંરક્ષણ, વિવેકી રાજા સાચા પ્રજાને નાથજ હતા, અને કાર્યમાંથી એક પણ કાર્ય તેના બુદ્ધિ આદર્શ માં ન્યુન ભાસતું ન હતું. ઉપર દર્શાવેલા ઉભય કાર્યના પ્રત્યેક સાધના પૈકી પ્રજા સંરક્ષણની ખાતર રાજ્યમાં સૈન્યની ભરતી પણ કરવામાં આવતી હતી.
બન્ને યુવકે નગરના રાજમાર્ગ પર ચાલ્યા જતા હતા તેવામાં કોઇ સૈન્યનાયકની ષ્ટિ તે બન્ને યુવા પર પડી. ઈંગિત આકારથી અથી અનુષ્ય જાણી અને પેાતાની પાસે એલાવ્યા અને તેઓને શ્રીપુરનગરમાં આવવાનું કારણ પુછ્યું. અન્ને યુવકોએ પાતાને પરદેશી તરિકે ઓળખાવી આજીવિકા ખાતર નોકરી કરવાની ભાવના જણાવી. સેનાધિપતિએ બન્નેને મજબુત આંધાવાળા જોઈ લશ્કરી તાલીમ માટે સંપૂર્ણ યાગ્યતાવાળા દેખ્યા. જેથી તેએની ચાગ્ય વ્યવસ્થાપૂર્વક તેજ કાર્યમાં નિમણૂંક કરી. ઉત્સાહી અને યુવકા પણ ઉલટભર અભ્યાસ કરી શસ્ત્રવિદ્યામાં નિપુણ થયા.
શ્રીપુર નગર મહા વિશાળ અને વિવિધ પ્રકારની રમણીયતાથી ભરપૂર હતું. રાજધાની હાવાથી અનેક પ્રયોજન નિમિત્તે આવતા સ્વદેશીય તથા દેશાન્તરીય જનાને સમૃહુ અહિંઆં વિશેષ દૃષ્ટિગોચર થતા હતા. તેમજ વ્યાપારનું પણ અહેાળું સાધન હાઈ દ્રવ્ય કમાવાના અભિલાષી કેટલાક વ્યાપારીઓએ તે દેશાન્તરથી આવી અહિં આજ સ્થિરવાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com