________________
૧૧૨
સુંદર રાજાની સુંદર ભાવના
[ પ્રકરણ
પ
,
, ,,
પ્રકરણ ૧૦ મું.
પુત્ર સમાગમ,
imming
એક અવસરે કોઈ બે મુસાફરે લાંબો પંથ કાપતા F or કાપતા અનુક્રમે શ્રીપુરનગર તરફ આવતા
હતા. નગર નજીક આવ્યું એટલે અને સ્વાભાવિક
પ્રમાણતિરિક્ત પ્રવાસના થાકથી તેઓની ગતીમાં કિ.કાંઈક મંદતા આવી હતી છતાં પણ તેઓની ગતીની પ્રઢતા યુવાવસ્થાની પ્રઢતા જણાવતી હતી. દૂરથી તેઓનું શારીરિક બંધારણ તેમજ ઉંચાઈ વિગેરે લગભગ સરખાજ માલુમ પડતાં હતાં અને તેથી તેઓનું વયપ્રમાણ પણ દૂરથી લગભગ સરખું હોય તેવો ભાસ થતો હતે પણ નજીક આવતાં તેઓના વયપ્રમાણ સંબંધી સમાનતાની ભ્રાંતિ દૂર થતી ગઈજેમાંથી એકની વય બીજા કરતાં ન્યૂન જણાતી હતી. બન્નેની આકૃતિ તે લગભગ સમાન હોવાથી તેઓ એકજ માતપીતાના પુત્ર સગા બંધુઓ હોય તેવું સહજ અનુમાન થઈ શકતું હતું. તેઓની મુખાકૃતિ ઉદાસીનતાથી છવાઈ રહી હતી. વય પ્રમાણે જે સંદર્ય ઝળકવું જોઈએ તેમાંનું કશું નહતું. શરીર પર સુંદર પોષાક તે દૂર રહો, પરંતુ સાદા વસ્ત્રો પણ ફાટાં ટુટાં જીર્ણ અને સંપૂર્ણ હતા. તેઓના અંગપર રહેલી શ્યામતાથી તેવું સહજ અનુમાન થઈ શકતું હતું કે તેઓ ભયંકર અટવીઓમાં શીત આપવિગેરે દુ:સહ કષ્ટ સહન કરતા અથડાતા અટવાતા અહિં આવી પહોંચ્યા હશે. આ સ્થિતિ છતાં પણ તેઓને શરીરબંધારણથી અને મુખની લાવણ્યતાથી તેઓ ક્ષત્રીય વીર હોય તેવો ભાસ થત હિતે. બન્ને યુવકોએ નગરમાં પ્રવેશ કર્યો અને પાસે ધન વિગેરે સામગ્રી નહિ હોવાથી આજીવિકા ખાતર કે સાધનસંપન્ન ધનિકની સેવા કરી ઉદરપોષણ કરવાને વિચાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com