________________
૧૩
? મુ. ] ભાગ્યોદય અને પુન: રાજ્યપ્રાપ્તિ. સ્વભાવત: ક્ષેત્રના અનુભાવથીજ જ્યાં શીત ઉષ્ણુ વિગેરે અસહ્ય વેદનાઓ રહેલી છે અને તે સિવાય પૂર્વના વૈરને સભારી સંભારી અત્યંત ક્રોધાંધ અની જ્યાં રહેલા નારકીઆ પરસ્પર એક બીજાઓને આયુધાના પ્રહારો કરે તેની વેદના, આવી રીતે પરમાધામીકૃત, ક્ષેત્રકૃત, અને પરસ્પર ઉરિત આમ ત્રણે પ્રકારની વેદનાથી ભરપૂર નરકગતીમાં અસહ્ય યાતનાઓ સહન કરવી સારી પણ એ સ્ત્રીના ભરથાર થવું કદી પણ ઇચ્છવાયેગ્ય નથી, અર્થાત્ આ સર્વ દુ:ખ કરતાં પણ તેને તેનું કષ્ટ અધિક છે. એ યુવતીઓના પ્રેમપાસમાં સપડાયેલા પ્રાણી હાય તેવા ક્ષુધાતુર થયેા હાય તેપણુ અન્નના દાણા સરખા પણુ મોઢામાં મુકવાને મેળવી શકતા નથી. ભાજન કર્યા વિના ભૂખ્યાજ પોતાના ધનધાન્યાદિથી ભરપૂર ઘરમાંથી પાછે નિકળે છે. તૃષાથી અત્યંત પીડાતા હોય પણ પાણીનું એક બિન્દુ પણ પીવાને માટે મેળવી શકતા નથી પાદપ્રક્ષાલનને માટે પણ પાણી મળી શકતુ નથી તેથી પદશાચ કર્યા વિના જ સુઈ રહેવાના અવસર આવે છે. ઉપર્યું ક્ત હેતુથી સ્પષ્ટ સમજાય એવું છે કે એપત્નીવાળા પતીથી ઘણુ કરીને સુખ ઘણુંજ વેગળુ જ રહે છે.
આ પ્રમાણે શ્રીપુર નગરના રાજ્યની ધુરા ધારણ કરી પેાતાનું અખંડ શાસન વિસ્તારતા સાભાગ્યસંપન્ન સુંદરરાજા વારંવાર દેવનાં મધુરાં વચનામૃતનું સ્મરણ કરતા, અને તેને અર્પણ કરેલા ચિંતામણીરત્નની આરાધના કરતા, મારી પ્રાણવલ્લભા મદનામા તથા નદીના ભિન્ન ભિન્ન કિનારે રહેલા કિર્તિપાલ અને મહીપાલ નામના બન્ને પુત્રા કેવા સંકટને અનુભવ કરતાં હશે ? ખેર પણ હવે તેઓ મને ક્યારે મળશે ? આજ વિચારની જપમાળા જપ્યા કરતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com