________________
૧૧૦ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ કર્યો છે કે, પ્રાણાતે પણ એકથી અધિક સ્ત્રીનું પાણિગ્રહણ ન જ કરવું. વળી રાજાને દેવનાં વચનોથી સંપૂર્ણ નિર્ણય થયો છે કે-મારૂં કુટુંબ વિદ્યમાન છે અને તેનો વિયોગ પણ મારે હવે અપકાલનો છે. પુણ્ય પ્રભાવે અવશ્ય મને તેને સમાગમ થશે ઉપર્યુક્ત ઉભય હેતુથી જ એ અન્ય રમણીના વિવાહનો નિષેધ કર્યો હતો.
વાંચકે ! ગૃહસ્થાવસ્થામાં પણ અનેક રાજાઓના સ્વામી રાજરાજેશ્વર સુંદરરાજના સંતોષની અવધિ પણ વિચાવાયેગ્ય છે. જેના સમાન અદ્ધિવાળા યા જૂન અદ્વિવાળા રાજાનું અંતઃપુર અનેક રાજરમણીઓથી ભરપૂર હોય ત્યારે આ સંતોષી રાજનું અંત:કરણ અને અંત:પુર માત્ર એકજ રી મદનવલ્લભાધી જ સુશોભિત હતું. હાલ તો તેના પણ વિગથી અંત:પુર તદન શુન્યજ છે. એ ચક્કસ છે કે એક કરતાં અધિક પત્નિવા પનીનો ગૃહસ્થાવાસ નહિ પણ વિડંબના જ છે. દુનિયાની નજરે બાહ્યથી ભલે તે સુખી જણાતો હોય, પરંતુ તેનું અંત:કરણ કેવી અવ્ય વેદનાથી દુભાતું હશે, રાત્રીદિવસ તેને માટે કેવી ચિંતા કરવી પડતી હશે તે તો તેનો આત્મા યા સાતિશય જ્ઞાનીજ ભણે, જેને માટે અન્ય કવિવર પણ
वरं कारागृहे क्षिप्तो, वरं देशान्तरभ्रमी। કર નારંવાર, 7 દિમાઃ પુન: ઉમાન છે. अभोजनो गृहाद याति, नाप्नोत्यम्बुच्छटामपि । अक्षालितपदः शेते, भार्याद्वययुतो नरः ॥
ભાવાર્થ-બંદિખાનાની અંધારી કોટડીમાં બંદીવાન તરીકે પડી રહેવું સારું, ભીષણ અટવીઓમાં, સમુદ્રમાં, દ્વિપ વિગેરે પ્રદેશાંતરોમાં પરિભ્રમણ કરવું પડે તે પણ સારું, વિવિધ પ્રકારની સામાન્ય યાતનાના સ્થાને તે દૂર રહો પણ જ્યાં પરમાધામીઓના ક્ષણભર પણ વિલંબ રહિત નિરંતર અસહ્ય પ્રહારો ઉપરાઉપરી પડ્યા જ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com