________________
AGAMAANAAAnnnnnnnnnn
*.
AAAAAAANAAN
કમુ] ભાગ્યોદય અને પુન: રાજ્યપ્રાપ્તિ, ૧૦૦ તેથી કરીને દુનિયા તેને અત્યંત સુખી જાણતી હતી પણ રાજાનું હૃદય તે આનંદથી બહિર્મુખ જ હતું. તેના કમલ અંતઃકરણમાં પત્ની અને પુત્રોને વિયેગ શલ્યની માફક સાલ હતા, આ જ તેની અવ્યક્ત માનસિક વેદના હતો, પણ કહેવું પડશે કે રાજાનું હૃદય ઘણું વિશાળ હતું તેથી તે દુઃખ હજુ સુધી અંતરમાંજ સમાયેલું હતું. આવી અસહ્ય વેદનાને વેદતાં છતાં પણ રાજાની બાહ્ય આકૃતિ કે શાંતિમાં લેશ માત્ર વિરૂપભાવ થયો નહિ, તેમ કાર્યકુશલ રાજાના એક પણ કાર્યમાં કિંચિત્માત્ર ખલના પણ ન થઈ. આથીજ કરીને હમેશાં સાથે જ રહેવાવાળા મંત્રીશ્વશે પણ તેના હાર્દિકભાવને જાણી શક્યા નહિ.
એક અવસરે રાજાની ભૂતજીવનચર્યાથી અનભિજ્ઞ મંત્રીશ્વરોએ રાજાના શુન્ય અંત:પુરને રાજરમણીઓથી વિભૂષિત બનાવવા ખાતર રાજકુમારીઓ સાથે પાણિગ્રહણ કરવાની રાજાને પ્રાર્થના કરી. મંત્રીઓની આ પ્રાથનાએ રાજાની માનસિક વ્યથામાં વધારો કર્યો. રાણી મદનવલ્લભાના વિયેગનું દુઃખ તે વખતે રાજાની નજર આગળ તરી આવ્યું. જો કે સહેજે દુઃખના અવસરે મુખાકૃતિમાં વિકાર થયા વિના ન રહે પણ વિબુધ રાજાએ પિતાના મુખપર વિકારની છાયા સરખી પણ ન થવા દીધી અને તેથી પિતાના આંતરિક ભાવને છુપાવી મંત્રીઓને બંધબેસ્તો કઈ બીજે પ્રત્યુત્તર આપી તેઓની પ્રાર્થનાને અસ્વીકાર કર્યો. જે કે બુદ્ધિશાળી મંત્રીશ્વરીએ પોતાના બુદ્ધિચાતુર્યથી તેને માટે અનેક પ્રયત્નો કર્યા પણ તેઓના તે સઘળા પ્રયત્ન રાજાની આગળ વારિ વલવવા જેવા નિષ્ફળ નિવડયા. રાજકુમારીઓ સાથે પ્રાણીગ્રહણ કરવા સંબંધી મંત્રીઓની વિજ્ઞપ્તિ નહિ સ્વીકારવાનો હેતુ આપણે પ્રથમ પ્રકરણમાં જ જણાવી ગયા છીએ તે એજ કે રાજા એક પત્નીવ્રતધારી હતો. અનેક યુવતીઓના પતીઓને થતી અસહ્ય વિડંબનાના જાણ રાજાએ પહેલેથી જ પોતાના હૃદયમાં એવો દઢ નિશ્ચય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com