________________
૧૦૮ સુદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ દ્વારા પોતાનું અંત:કરણ પણ જેની સંભાવના ન કરી શકતું હાય, વક્તાની ૫ના શક્તિ પણ જે કાર્યની મર્યાદા સુધી પહોંચી વળવી અસંભવિત હોય અને જ્યારે આ ઉભયથી જે વસ્તુ અગોચર હેાય ત્યાં પોતાના પ્રયત્નની તે સંભાવના કયાંથી જ હોય? છતાં પણ તેવા અસંભાવિત કાર્યો દેવને દૂર્ઘટ નથી. સર્વ સ્થળે વિધિની અમંદગતી અખલિત અને અબાધિતજ છે. દેવે અર્પણ કરેલી શ્રીપુર નગરના રાજ્યની લગામ પિતાના હાથમાં ધારણ કરી સુંદરરાજ રાજવૈભવને અનુભવ કરવા લાગ્યા.
આપણે જોઈ ગયા કે રાજાને રાજ્યપાલનનો આ નવો પ્રસંગ નથી અને તેથીજ કરીને અનુભવી રાજાએ ન્યાયપૂર્વક રાજ્યપાલન કરતાં સર્વ પ્રજાને પોતાના આદર્શ ગુણાથી આકર્ષણ કરી. એટલું જ નહિ પણ મહા બળવાન વિરોધી રાજાઓ કે જેઓ હંમેશાં રાજ્યનાં છીદ્રો શોધી શ્રીપુરનગરનું રાજ્ય છીનવી લેવા ઘણા કાલથી અથાગ પ્રયત્ન સેવી રહ્યા હતા, તેઓને પણ પોતાના ઉત્તમ ગુણોથી વશ કરી હંમેશના શત્રુ છતાં સાચા મિત્ર બનાવ્યા, અર્થાત્ રાજાના પુન્યપ્રતાપે વિરોધી રાજાઓ પણ વશવતી થયા અને તેની સેવા કરવા લાગ્યા. આવી ઉન્નત સ્થિતિ પ્રાપ્ત થયા છતાં પણ કહેવું પડશે કે રાજા પ્રત્યે હજુ દેવની કૃપા ઘણીજ ન્યૂન હતી, તેથી આવા અતુલ આનંદમાં પણ રાજા સુખના ઉજ્જવલ કિરણે જોઈ શકતા નહોતે.
સ્વાભાવિક છે કે ચારે બાજુએ ગમે તેટલી સુખની સામગ્રી વિદ્યમાન છતાં પણ જ્યાં સુધી તે વ્યક્તિનું અંતઃકરણ અન્ય કે માનસિક અવ્યક્ત વેદનાથી વ્યાપ્ત હોય ત્યાં સુધી તે સામગ્રી કદી પણ તેને સુખદાયી થતી નથી, એટલું જ નહિ પણ કેટલીક વખતે તેજ સામગ્રી અતીત જીવનની પરિસ્થિતિનું સ્મારક બની તેજ વેદનાને વૃદ્ધિગત કરે છે.
રાજાની દશા પણ તેજ હતી. જો કે દુનિયાની દષ્ટિએ તે તે વિપુલ રાજ્યદ્ધિને અનુભવ કરતે હતો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com