________________
૯ સુ'. ]
લગાય અને પુન: રાજ્યપ્રાપ્તિ,
૧૦૭
છે, જેને માટે ન્યાયવિશારદ મહેાપાધ્યાય શ્રીમદ્ યોાવિજયજી મહારાજ જ્ઞાનસારઅષ્ટકમાં દર્શાવે છે કે
जातिचातुर्यहीनोऽपि, कर्मण्यभ्युदयावहे । क्षणार्द्रकोऽपि राजास्या-च्छत्रच्छन्न दिगंतरः ॥ ભાવાર્થ:——ઉત્તમ જાતી અને ચતુરાઇ રહિત છતાં પણ પૂર્વાપાત પુન્યના ઉદયે રંક મનુષ્ક પણ એક છત્રીય અખંડ સામ્રાજ્યને સ્વામિ થાય છે, અર્થાત્ પુન્યાયજન્ય અખંડ પ્રતાપથી કટ્ટા વિરોધીઓ પણ આરાધક થાય છે. સાંપ્રત કાલમાં આવા બનાવા કિષ્ટ આગળ તરી આવે છે. જો કે કથાના નાયક ભાગ્યવાન સુંદરરાજા ક્ષત્રીયવીર કુલમાં ઉત્પન્ન થયા હતા અને પ્રથમ પણ ધારાપુરનગરમાં રાજ્યાવસ્થાના અનુભવ કર્યા હતા, માત્ર વચમાં કટકબૂત પૂર્વોપાર્જીત દુષ્કર્મના ઉદયે અંતરાય આવી નડયા અને રાજા, રાજા મટી રક બન્યા જેથી પેાતાના ઉપર આવી પડેલી અસહ્ય યાતના સહન કરી, પણ છેવટે તેજ રાજા વિધિની અનુકુલતાએ ૨ક મટી શ્રીપુરનગરમાં રાજેશ્વર થયા. વિધિનું સામ્રાજ્ય કાઈ અપૂર્વ છે. ક્ષણભરમાં રાજાને રક અને રકને રાજા બનાવે છે. લીલા માત્રમાં એકને સુખના ઉન્નત શિખરપર બેસાડી દે છે ત્યારે તેજ શીખરપર રહેલા બીજાને તે વિધિ એવા ધક્કો મારે છે કે જે ખીચારા ૬ખના ઉંડા ખાડામાંથી ઉડવા પણુ પામતા નથી. પંડિતપ્રકાણ્ડ મહાપાધ્યાય શ્રીમન્મેઘવિજયજીગણી ભવિષ્યદત્તચિરત્રમાં દર્શાવે છે કે—
.
यन्मनोरथशतैरगोचरं यत्स्पृशन्ति न गिरः कवेरपि । स्वप्रवृत्तिरपि यत्र दूर्लभा, लीलयैव विदधाति तद्विधिः ॥
ભાવાર્થ :---જે કાય સેકડા મનેારથથી પણ આગેાચર હાય, જેને કવીઓની વાણી પણ સ્પર્શ કરી શકતી નથી અને જે કાર્ય સુધી પેાતાની પ્રવૃત્તિ પહેાંચવી પણ દૂર્લભ હાય, તે કાર્ય વિધિ લીલામાત્રમાંજ ઘટાવી દે છે. કહેવાની મતલબ કે અંતરમાં ઉદ્ભવતી વિચારશ્રેણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com