________________
૧૦૬ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ રવથી શબ્દમય બન્યું હતું. સર્વ મંત્રીશ્વર વિગેરે રાજવ રાજાને નમસ્કાર કર્યો ત્યારબાદ રાજાના અંગપર રહેલાં વસ્ત્રો દૂર કરાવી સ્નાન વિલેપન વિગેરે સામગ્રીથી રાજાનું અંગ સુશોભિત કર્યું. મંત્રીશ્વરેએ સાથે રાખેલા રાજાયોગ્ય દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કરાવી રાજાને તે જ દિવ્ય હસ્તિ ઉપર બેસાડયા. ત્યાર પછી મહાન મહોત્સવ પૂર્વક રાત્રિએજ નગરમાં પ્રવેશ કરાવ્યો અને દબદબા ભલે દરબાર ભરી મંત્રીધરોએ સમુદાય સમક્ષ શ્રીપુરનગરના રાજાની શુન્ય ગાદી સુંદરરાજાથી અલંકૃત કરી.
આપણે જોઈ ગયા કે ભાગ્યશાળી સુંદરરાજાનું ભાગ્ય હવે વિકાશવા લાગ્યું. થોડાજ વખત પહેલાં જે રાજા શુન્ય બગીચામાં વૃક્ષની નીચે નિરાધાર નીદ્રાધીન થયો હતો તે જ રાજા ભાગ્યોદયે અનલ ઋદ્ધિપૂર્ણ રાજ્યાસન ઉપર બેસી અનેક રાજસેવકથી સેવાવા લાગ્યા. માત્ર ઉદરપોષણની ખાતર પૃથ્વીપુરનગરમાં શ્રીસારશેઠની અને અન્ય ગામમાં કોઈ કૌટુમ્બિકની નોકરી કરનાર તેજ સુંદરરાજા છે કે આજે ભાગ્યેાદયે જેના ચરણકમળમાં અનેક શુરવીર સામંત રાજાએ પિતાનું શીર ઝુકાવે છે. સાત્વિકશિમણું સુંદર રાજાએ પોતાની નવીન યુવાવયમાં પણ પૂર્વોપાત કર્મ જન્ય અઘટિત બનાવાનો અનુભવ કરતાં સંપૂર્ણ રીતે બૈર્યતા સાચવી સર્વ કોને શાંતિપૂર્વક સહન કર્યા. તે અવસરે જે રાજ ચુક્યા હોત તે બીજા અનેક કર્મ ઉપાજન કરી ભાવી જીવનને માટે મહાન કષ્ટ હરી લીધું હોત પણ સુવિચારક રાજા તે અવસરે ચેત્યો અને માર્ગમાં આવતા કર્મકંટકને પ્રબલ પ્રહારથી કુંઠીત કરી નાંખ્યા. પરિણામે તે કર્મ વિનાશ પામ્યું. દુર્ભાગ્ય તિમિરના વિધ્વંસક ભાગ્યદયની ઝળહળતી પ્રજાને સંપૂર્ણ પ્રકાશ રાજા ઉપર પડે અને તેથી રાજાની તેજોમય મૂર્તિ શ્રીપુરનગરનું અવિચળ સામ્રા
જ્ય ભોગવવા લાગી. દુનિયામાં અવનત દશામાં રહેલા પ્રાણીઓને પણ સદ્ભાગ્યનો ઉદય કેવી ઉન્નત દશામાં મુકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com