________________
૯ મુ ] ભાગ્યેાદય અને પુન: રાજ્યપ્રાપ્તિ, ૧૩ પ્રજાના અંતઃકરણમાં રમી રહેલા રાજાના પ્રેાઢવયે પણ આવા અચાનક અવસાનથી સર્વ કાઇનું અંત:કરણ દુઃખી થયા વિના ન રહે એ સ્વભાવિક છે. જો કે સ્વામિના અભાવે પ્રજાને જો તેની ખેાટ પુરી પાડનાર કોઇ યોગ્ય સ્વામિ વારસામાં મળ્યે હોય તે તેવું દુ:ખ ન થાય પણ ખરી ખામીજ તે હતી કે રાજ્યરાધારક રાજાને એકપણ પુત્ર ન હતો,
પુત્રસુખને આશાધારી રાજા જીંદગીના છેડા સુધી પણ પોતાની આશાને સફળ કરી શકયા નહાતા અને સઘળી રાજઋદ્ધિ છેડી પરલોકમાં પણ સધાવ્યે. આજ જોવાનું છે કે પ્રાણીઆ હાય તેવી આશાઓના મેટા હવાઇ કલાએ ઉભા કરે પણ તે ફળીભૂત થવા પ્રારબ્ધને આધીન છે. દુનિયામાં પ્રારબ્ધ આગળ કોનું માન ટકી શક્યું છે ? કહેવાય છે કે પૂર: સર્વે મનેાચા સ્ય ? સૃષ્ટિમ ડળમાં કઇ એવી વ્યક્તિ નજરે પડી કે જેની સઘળી અભિલાષાઓ સપૂર્ણ રીતીએ પાર પડી હાય !
આ
એક તરફ પેાતાના ગુણીયલ રાન્તના અવસાનના શેક અને ખીજી તરફ રાજપુત્રના અભાવે રાજ્યની લગામ કેને અર્પણ કરવી, તે સમધી ચિંતા ઉભી થઈ. રાજાના કુટુંબવર્ગમાં પણ તેવા પરાક્રમી અને ન્યાયી યોગ્ય પુરૂષની ખાસી જણાતી હતી. તેવા યાગ્ય પુરૂષ કોઈ જણાતા નહતા કે જેના હાથમાં રાજ્યની લગામ અર્પણ કરાય. છેવટે મંત્રીવર્ગ પુષ્ર વિચારને અંતે રાજ્યને ચાગ્ય પુરૂષ શોધવાના અમોઘ ઉપાય હસ્તગત કર્યાં અને સાથે નિર્ણય કર્યો કેસઘળા રાજવર્ગ અને નગરશે. પ્રમુખ પ્રાવર્ગને એકત્ર કરી આપણે ઉપજાવેલા ઉપાય જાહેર કરવા અને સર્વની સંમતિ થાય તાજ તાકીદથી તે ઉપાયને અમલ કરવેા. આવી રીતે રાજાવિનાનું શુન્ય રાજ્ય આપણે કયાં સુધી રાખીશું ?
સ્વાભાવિક મહાન પુરૂષોની પ્રકૃતિ જ એવી હોય છે કે–કાઇ પણ મહાન નવીન કાર્યના પ્રારંભ કરતાં પહેલાં, ભલે પાતે અસાધારણ બુદ્ધિવાન હેાય, તેવા કાર્ય ના સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com