________________
૧૦૨ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ ફેરવે છે કે–દેવતાઓ પણ જે સત્વશાળીના અભૂત કોર્યોની મુક્ત કંઠે પ્રશંસા કરી રહે છે, એટલું જ નહીં પરંતુ તેના પ્રત્યેક કાર્યોમાં કેવા સહાયક બને છે, જે આપણે ઉપરની હકીકતથી સંપૂર્ણ રિતે સમજી શકીએ એમ છીએ. સુંદરરાજા પ્રભુના મંદીરમાંથી નિકળી પ્રસન્ન મુખે ચારે બાજુએ પરિભ્રમણ કરતો શ્રીપુર નગરની નજીક રહેલા અને નેક જાતીય વૃોથી ભરપૂર ઉપવનમાં આવી પહોંચ્યા. મા
ના શ્રમથી ખિન્ન થયેલા રાજાને આ શાંતિનું સ્થાન હતું. તેણે ઉપવનમાં રહેલા એક સુંદર આમ્રવૃક્ષની નીચે પોતાનું સ્થાન કર્યું. સુધા અને તૃષાથી પીડાતા રાજાએ પ્રથમ તો ક્ષુધાપિપાસા દૂર કરવાનો પ્રયત્ન પ્રારંભ્યો. આ સ્થળે રાજાનો કોઈ પણ સ્વજન વર્ગ નહોતો કે જે સુંદર ભેજન તૈયાર કરી રાજાની સુધા શાંત કરે, પરંતુ ભાગ્યના ઉદયે તેજ આમ્રવૃક્ષે તેના સ્વજનનું કાર્ય કર્યું. આંબા ઉપરથી પ્રાપ્ત થયેલાં સુંદર ફળેથી સુધા શાંત કરી પાસે રહેલા કોઇ જળાશયના નિર્મળ જળથી રાજાએ પોતાની તૃષા શાંત કરી. માર્ગના શ્રમથી રાજાના નેત્રે કાંઈક ઘેરવા લાગ્યાં અને નિદ્રા લેવા તરફ વૃત્તિ દોરાઈ. અહીં શુદ્ધ ભૂપી માત્ર તેની શય્યા હતી પરંતુ “ઉંઘ ઉકરડે આવે” એ કહેવતને અનુસાર તેજ આંબાના ઝાડની નીચે ભુમી ઉપર રાજાએ શયન કર્યું અને થોડી જ વારમાં નિદ્રાધીન થયે.
શ્રીપુર નગરની બહાર ઉપવનમાં વૃક્ષઘટાની શીતલ અને મધુર લહેરોમાં સુંદરરાજા જ્યારે નિદ્રાસુખનો અનુભવ કરી રહ્યો હતો, ત્યારે નગરની અંદર રહેલા પ્રધાન સેનાધિપતિ વિગેરે રાજવળ અને નગરશેડ વિગેરે સઘળા પ્રજાવ ચિંતાતુર જેવો જણાતો હતો. સર્વને ચિંતાતુર થવાનું કારણ, પ્રજા પ્રત્યે પિતાના પુત્રતુત્ય પ્રેમ ધારણ કરનાર, છતાં પણ અન્યાયથી તે તદ્દન વિમુખ અને આથી જ કરીને સર્વ પ્રજાને પિતાના પ્રાણ કરતાં પણ અત્યંત પ્રિય, સુસ્વામિને સદાને માટે વિયોગ જ હતો. પિતાના ઉદાર ગુણેથી આબાલ પર્યત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com