________________
૯૬
સુદર રાજાની સુંદર ભાવના
[ પ્રકરણ
વીએ ગવાક્ષમાં રહેલા ખુંદર રાજાને પ્રાર્થના કરી કે હું પુરૂષોત્તમ ! કામદેવ સમાન તારા સુંદર રૂપથી હું માહિત થઇ છું માટે તું મારી સાથે પચવિધ વિષય સુખ ભોગવ હું તારા અભિષ્ટની સિદ્ધિ કરીશ. તું સત્વર મારા વિમાનમાં આવીને બેસ, અને મારી પ્રાર્થનાને સ્વીકાર કરે, નહિ ક તે! હું તને અતુલ કષ્ટ આપીશ, પરિણામે તારે મરણ ધ્યે તના કો સહન કરવાં પડશે.’
આશાધારી પ્રાણીઓ માટે દુનિયામાં એક પણ સ્થાન એવું નિહ મળી આવે કે જે પેાતાને પ્રાર્થન! કરવા લાયક ન હાય. ભલે તે વિબુધ ય કે અણુય હાય. સ્પૃહા વિષ લતા જેના અંતરમાં વિકાશ પાણી તેને નીચ, ઉચ્ચ કે ચે ગ્યાયેાગ્યના વિવેક રહેતાજ નથી.
અનેક અંગરક્ષક દેવીએ જેની સત્તા નીચે રહી આ જ્ઞાનું અખંડ પાલન કરતી હોય અને અનેક સેવકની પ્રાથ નાએ જેના શ્રવણુપુરમાં પડતી હાય તે દેવમણી જૈવિક ભાગથી અસ ંતુષ્ટ થઇ મનુષ્ય સબધી ભેગ લગવવાની ઇચ્છા વાળી થાય એમાં તે અન ગદેવની પ્રમ! સત્તા અને પાતાની હીન સત્ત્વતાજ વ્યકત થાય છે. આ દીનતા અને હીનતાનું અવલંબન દેવરમણી માટે શું આખું શરમાવનારૂં ગણાય! આ સ્થળે . દેવરમણીની ર્દેશા સિવાય બીજું શું કહી શકીએ? એક વિષુધ વનિતા એક ભૂમિચર મનુષ્યની પાસે લોગને માટે પ્રાર્થના કરે, આ સર્વકાના પ્રભાવ ? કહેવું પડશે કે અંતરમાં ઉદ્ભવેલી વિષયગૃહાનાજ. દુનિયામાં સ્પૃહા સમાન બીજું કાંઈ દુ:ખજ નથી. સર્વ પ્રકારના દુ:ખનું ઉત્પત્તિસ્થાનજ સ્પૃહા છે. આશાથી પ્રેરાએલા પ્રાણીઓને કોઇપણ સ્થળે પૂર્ણતા માલુમ પડતી નથી, બલ્કે જેમ સરોવરમાં અથવા અન્ય કાઇ જળાશયમાં ફેકેલા પથરા પ્રથમ નાનું કુંડાળુ કરે છે પણ એજ કુંડાળુ અનુક્રમે વૃદ્ધિ પામતાં બીજા વિશાળ અનેક કુંડાળાને ઉત્પન્ન કરે છે, તેમ પ્રારંભમાં ઉદ્ભવેલી અલ્પ માત્ર આશા ફળીભૂત થતી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com