________________
૮ મું] દેવરમણીની દુર્દશા,
આ ન વૈવના સ્ત્રીનું અંત:કરણ ધર્મથી અધિવાસિત હતું. માર્ગમાં વિશાળ જિનમંદિર દેખી તરતજ નીચે ઉતરી અને ઉપર દર્શાવ્યા મુજબ નમન સ્તન વિગેરે કરવા ખાતર મંદિરમાં પ્રવેશ કર્યો. મુખ્ય સિંહાસને બિરાજમાન પ્રથમ જિનપતિ શ્રી ગભદેવ પ્રભુને ભાલ્લાસપૂર્વક નમન સ્તવન વિગેરે કરી કાર્યની વ્યગ્રતાને લઈને થોડા જ વખતમાં પાછી ફરી, મંદિરના મંડપથી બહાર નીકળવા માંડ્યું. નીકળતાંની સાથેજ સન્મુખ રહેલી એક સુંદર વ્યક્તિ પ્રત્યે તેની દૃષ્ટિ પડી. તે વ્યક્તિની આકૃતિએ તે સ્ત્રીના અંત:કરણમાં લેહચુમ્બકની મક્ક અજબ આકર્ષણ કર્યું. કાર્યની વ્યગ્રતાથી શીવ્ર ગતિવાળી છતાં પણ તે સ્ત્રી ત્યાં જ સ્થિર થઈ ગઈ
વાંચકે! સમજી શક્યા હશે કે જે વ્યક્તિની મનમિહક આકૃતિએ તે રમીનું હૃદય સ્તંભિત કર્યું, તે વ્યક્તિ અન્ય કોઈ નહિ પણ વિશ્રાંતિ લેવા માટે મંદિરના ગવાક્ષમાં રહેલે આપણું કથાનો નાયક સુંદર ભાવનાવાળે સુંદરરાજા પિતેજ હતો. અને તે નવયૌવના સ્ત્રી પણ કોઈ મનુથની સ્ત્રી નહિ તેમ વિદ્યાધરી પણ નહિ પરંતુ ચક્ષનિકાયના કઈ દેવની વલ્લભા સાચી દેવરમણીજ હતી.
રતિપતિ સમાન રાજનું સુંદર રૂપ દેખીને યક્ષિણી દેવી મહમાં મુંઝાઈ. દુનિયામાં કહેવત છે કે “નસીબ બે ડગલાં આગળનું આગળ” જે દુઃખથી છુટવા માટે રાજા, સુંદર ખાન, પાન, માન અને સ્થાન છોડી પ્રવાસી થયે, તે દુખ તેની આગળનું આગળ જ રહ્યું.
મેહરાજા! તારી પણ બલીહારી છે. તું તારા ઘનતિમિરમાં પ્રાણીઓને એટલા બધા મુંઝવી નાંખે છે કે તેને સ્થાનનું કે અસ્થાનનું પણ ભાન રહેતું નથી.
વીતરાગ પ્રભુના પવિત્ર ધામમાં રહેલી દેવરમણી ઉપર પણ તેં તારું બળ અજમાવ્યું. મકરધ્વજનું અમેઘ શસ્ત્ર એવા મર્મસ્થાનકે માર્યું કે જેથી તે બીચારી મુર્શિત થઈ. કામ જવરના અસહ્ય તાપથી પીડા પામતી યક્ષિણી -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com