________________
૯૪
સુંદર રાજાની સુંદર ભાવના.
[પ્રકરણ
પ્રકરણ ૮ મું.
દેવરમણની દુર્દશા.
કે હું ઈ નવાવના સ્ત્રી પિતાનું ઈચ્છિત કાર્ય પૂર્ણ કી કરી સ્વસ્થાને પહોંચવા ખાતર રમણીય વિમા
નમાં બેસી તીવ્ર વેગથી આકાશમાગે ગમન જો કરી રહી હતી. આકાશગમનથી તે કોઈ વિદ્યાHી ધરી અથવા દેવરમણી હોય એમ સહજ અનુમાન થઈ શકતું હતું. જેનું સૌદર્ય તથા લાવણ્યતા વિગેરે પણ વિબુધ વનિતાનાજ પ્રતિપાદક હતાં. તે પ્રિઢા સ્ત્રીથી અલંકૃત દેવવિમાન, વિસ્તિર્ણ નભોમંડળને પ્રકાશિત કરતું અનુક્રમે વૃક્ષની ઘટાથી સુશોભિત અને એક દિવ્ય જિનમંદિરથી રમણીય ભૂપ્રદેશ ઉપર આવી પહોંચ્યું. તે પ્રદેશમાં મનુષ્યને સંચાર ઘણેજ અપ હતું. આ સ્થળે તેણે પોતાના વિમાનની ગતિ મંદ કરી આકાશમાંથી વિમાનને નીચે ઉતાર્યું. વિમાન છોડી, દેવી બહાર આવી, અને પાસે રહેલા ભવ્ય જિનાલયમાં પ્રવેશ કર્યો. તે રમણુને નીચે ઉતરવાનું કારણ માત્ર ત્રણલોકના નાથ નિ:સ્વાર્થ ઉપકારી પરમાત્માનું દર્શન જ હતું.
ધર્માત્માઓ માર્ગમાં આવતાં કોઈ પણ સ્થળે અર યમાં કે વસ્તીમાં જ્યાં ઈષ્ટદેવની પ્રતિમા યા મંદિર હોય ત્યાં વંદન પૂજન વિગેરેને વિવેક કદીપણ ચૂકતા નથી. જે ઉપકારીનું મરણ પોતાના મને મંદીરમાં હંમેશાં અસ્તિત્વ ધરાવતું હોય, તે ઉપકારીને સમાગમ નજીકમાંજ થતો હોય તે તેના ચરણસ્પર્શનથી વંચિત રહેવાની કેણ અભિલાષા કરે? અને નિકટવર્તી છતાં પણ જે તેનાથી વંચિત ન રહે તે તે વ્યક્તિના અંતઃકરણમાં વાસ્તવિક સ્મરણુજ નથી એમ કહી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com