________________
છ મું.] દેવને માર્મિક પ્રહાર.
૯૩ વિષમ આપત્તિના સમયે અધિક ઉજજવલતા ધારણ કરે છે, એટલાજ માટે કવિઓ કહે છે કે સજજન અથવા સ્વજન, સુવર્ણ અને શાક અનુક્રમે આપત્તિ, તાપ અને છેદની અવસ્થામાં અધિક ઉજજવલતા ધારણ કરનારા હાઈ પ્રશંસનીય ગણાય છે. ઉત્તમ મનુષ્યની અથવા સ્વજનવર્ગની કસોટી કષ્ટના સમયે જ થાય છે. સજજન પ્રાણીઓ ઉપર જેમ જેમ આપત્તિ આવી પડે, તેમ તેમ તેનામાં ધર્યતા વિગેરે ગુણો અધિક દીપી નિકળે છે. સાચા સ્વજનનું અને ત:કરણ પોતાના સંબંધી ઉપર આવી પડેલા કષ્ટને ઉચ્છેદ કરવા યા તે અવસરે સહાય કરવા તત્પર થાય છે. સુવર્ણને જેમ જેમ અગ્નિમાં તપાવવામાં આવે તેમ તેમ તેમાં અધિક દીપ્તિ દષ્ટિગોચર થાય છે. શાકને પણ જ્યારે જ્યારે સમારવામાં આવે ત્યારે ત્યારે તેમાં ઉજજવલતા પ્રગટે છે. અને તેથી જ તેઓની આદિમાં રહેલે સકાર શોભા પામે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે સદાચારી સુંદરરાજા કોટુંમ્બિકના ઘરનો, તેમજ તે ભૂમિકાને પણ ત્યાગ કરી, અન્ય ગામ તરફ જવા નીકળે. આમ તેમ પ્રદેશાંતરોમાં પરિભ્રમણ કરતાં કઈ સ્થળે ગગનચુમ્બી શિખરથી પરિમંડિત આદિશ્વરભગવાનનું ભવ્ય જિનાલય જોયું. દેવમંદિર દેખતાની સાથે રાજાને શ્રીસારશેઠનો બગીચો યાદ આવ્યો અને સત્વર મે. દિરમાં પ્રવેશ કરી હષભદેવ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. સ્તુતિ કર્યાબાદ જિનાલયમાંથી બહાર નીકળી પાસે રહેલા મંદિરના ગવાક્ષમાં વિશ્રાંતિ લેવા બેઠો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com