________________
છ મુ. ] દેવને માર્મિક પ્રહાર, સમસ્થિતિવાળા, હાય સધળાઓ તેનાં વાણી વિચાર અને વનમાંથી ઉદ્ભવતા આદાર્યરસને અનુભવ લેતા હતા.
ઉત્તમ પ્રાણીઓની સ્થિતિ જ એવા પ્રકારની હોય છે કે તેઓ હાયતો ઉન્નત દશામાં વતા હોય અગર આવનત દશામાં વર્તતા હોય, છતાં પણ પોતાના સમાગમમાં આવતા ઉત્તમ પ્રાણુ.એ.ના કે અધમ પ્રાણુઓના હૃદયપટ પર નમ્રતા, સહિષ્ણુતા વિગેરે ઉચ્ચ ગુણીની ઉંડી છાપ બેસાડે છે, જે દ્વારા ઉત્તમ પ્રાણીઓ પોતાના ઉદાર વર્તનમાં વિશેષતઃ દઢ બને છે અને અધિક ગુણવાન થવા પ્રયત્ન કરે છે. તેમજ અધમ પ્રાણુઓ પોતાની અધમતાને નાશ કરવા તત્પર બને છે.
ગુણસંપન્ન સુંદરરાજામાં સર્વ ગુણે પૈકી વિનય ગુણ અધિક દેદીપ્યમાન જણાતો હતે. સ્વાભાવિક કુલપરત્વે પણ એ ગુણ અન્યની અપેક્ષાએ તેમાં વિશેષ ચઢીઆતો હોય એ સ્વભાવિક છે, કેમકે નીતિશાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે કે
ચિં agg: સ્વાભાવિક છે કે જે ગુણ જે વ્યક્તિની બાલ્યાવસ્થામાં પણ સમગ્ર દુનિયાની દષ્ટિએ બીજાઓ કરતાં અધિક મનાતા હોય તે ગુણ તે વ્યક્તિની પ્રૌઢાવસ્થામાં વિશેષજ હોય. વિનયગુણ એટલો બધો અપ્રતિમ છે કે જેના વિના બીજા ગુણો શોભા પામતાજ નથી અને એટલાજ માટે શાસ્ત્રોમાં સર્વ સ્થાને સર્વ ગુણોના ઉત્પાદક વિનયગુણને અગ્રસ્થાન આપવામાં આવે છે. વિનયવાન પ્રાણ પ્રબળ શત્રુને પણ પોતાના અપ્રતિમ ગુણોથી આનંદ પમાડી પિતા પ્રત્યે નેહભરી દષ્ટિવાળો બનાવી દે છે. સંપૂર્ણ સુષ્ટિમંડળને વશ કરવાનું ખરું વશીકરણ આ જ છે.
આ વશીકરણ મંત્ર વિનયથી સુંદર રાજાએ કેટમ્બિક સ્વામિનું અંતઃકરણ આનંદમગ્ન કરી દીધું. તેના ઉત્તમ ગુણથી રંજીત થએલો કૌટુમ્બિક પણ સદ્ભાવપૂર્વક પોતાનાજ ઘરના માણસ તરિકે તેનું પાલન કરવા લાગ્યો. દુનિયામાં ગુણથી કેણ વશ થતું નથી ? બહુમાનપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com