________________
૧૧
- -
-
- * * * * * *
સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ સ્વામી તરફથી મળતી સુંદર ભજન વિગેરે સામગ્રિથી રાજાની સ્થીતિમાં અવનવે ફેરફાર થવા લાગ્યું. અદ્યાપિ પર્યત સંકટસમૂહથી રાજાનું જે જે રાજતેજ વિનષ્ટ થયું હતું અને શરીરપર સ્પામતા અને કૃશતા છવાઈ રહી હતી તે કૃશતા અને શ્યામતા અનુક્રમે દૂર થતી ગઈ અને ધીમે ધીમે શરીરના ઉપચયની સાથે પ્રાથમિક દશાનું ઝળહળતું રાજતેજ શરીરપર પ્રકાશિત થવા લાગ્યું.
આ અવસરે રાજા કાંઈક શાંતિને અનુભવ કરતે હતું. જો કે પુત્ર અને પત્ની વિયોગનું દુઃખ તેના માનસિક જીવનને ઓછું કષ્ટદાયી ન હતું, શરીરમાં રહેલા વિષમ શલ્યની માફક તે વિગ તેને સાલતું હતું. માત્ર આ શાંતિ તે બાહ્ય શાંતિજ હતી, તે એજ કે રાજા પિતાના ઉદરપષણની ચિંતાથી નિરાળો હતો. પરંતુ અશુભદયે આ નહિ જેવી શાંતિ પણ રાજાના હસ્તગત કયાંથી રહી શકે ? અ૮૫ માત્ર શારીરિક સુખ સંપત્તિ દેવને મહાન આપત્તિ સમાન થઈ પડી, જેના પરિણામે ઈર્ષ્યાળુ દેવે રાજઉપર મર્મભેદક પ્રહાર કરવાને પ્રબળ નિશ્ચય કર્યો.
આપણે જોઈ ગયા કે સુંદર પિષ્ટિક ખોરાકના ભાવે સુંદરરાજાની દુઃખથી તિરભાવ પામેલી શરીરની સુરમ્ય શભા, અને અનુપમ લાવણ્ય, ફરીથી આવિર્ભાવ પામ્યાં. એક અવસરે અનુપમ લાવણ્યથી સુશોભિત સુંદરરાજાને જોઈને તીવ્રમદનબાણથી ઘવાએલ કૌટુમ્બિકની ભાયએ સતી સ્ત્રીઓને નહિ બોલવા યોગ્ય કામોત્પાદક અનેક પ્રકારનાં અસભ્ય વચનનો રાજા સમક્ષ ઉચ્ચાર કર્યો, અને તે દ્વારા પિતાની આંતરિક અભિલાષા વ્યક્ત કરતી, પિતાની ઈચ્છાને આધીન થવા રાજાને આગ્રહભરી આજીજી કરી.
કમની વિચિત્ર ગતિએ મેહરાજાના અચળ સામ્રાજ્યની પ્રબળ સત્તાને પ્રવેશ દુનિયાના પ્રત્યેક વિભાગમાં થઈ રહ્યો છે. કેઈપણ વિભાગ એ નહિ મળી આવે કે જ્યાં તેની આજ્ઞાને અમલ ન થતું હોય. કેઈ વિરલાઓ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com