________________
૮૪ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ ભરપૂર હોય છે ત્યારે તેનાં શિખરો ફળના ભારથી નીચા નમી જાય છે, પરંતુ જ્યારે તેના ઉપરથી ફળો લઈ લેવામાં આવે છે ત્યારે તે શિખર ઉંચા થઈ જાય છે, તેવી રીતે સુવિચારક બૈર્યવાન મહામાઓનું અંત:કરણ સુખસંપ્રાપ્તિના સમય કરતાં તેવા સંકટના સમયે વિશેષ પ્રકારે ઉન્નત બનતું જાય છે.
ઉદાર ચારીત્રસંપન્ન સુંદર રાજએ નદીનો કિનારો છોડી આગળ પ્રયાણ કર્યું. પરિશ્રમથી અને સુધાથી રાજાનું પ્રત્યેક અંગ શિથીલ થઈ ગયું હતું. માર્ગે જતાં નજીકમાંજ કઈ ગામ જણાયું, ક્ષુધાની તીવ્ર વેદનાથી આગળ પ્રયાણ કરવાને અસમર્થ રાજાએ ભિક્ષા માટે તેજ ગામમાં પ્રવેશ કર્યો અને કોઈ ટુમ્બિકને ઘેર જઈ ભિક્ષાની યાચના કરી. કૌટુમ્બિકે રાજા સન્મુખ , દેખતાંની સાથે જ તેના પ્રત્યે અંત:કરણ આકર્ષાયુ, આકૃતિ દેખી તેનામાં ગુણપણાની કલ્પના થઈ. સ્વાભાવિક છે કે “ ગત જુના વારિત” આકૃતિના અનુસાર ગુણોની કલ્પના થાય છે. ગુણવાનું જાણી તેના પ્રત્યે આદર થયે અને ભિક્ષાચરની સ્થિતિમાં રહેલા રાજાને કૈટુમ્બિકે પુછયું તું કેણ છે ? રાજાએ ઉત્તર આપે કે હું ક્ષત્રિય છું. પ્રસન્ન વદને કૌટુમ્બિકે ફરી પ્રશ્ન કર્યો જે તે ક્ષત્રિય છે તો મારે ઘેર ઘરના કામકાજને માટે નોકરી કરીશ? રાજાએ જવાબમાં હા જણાવી. કટુમ્બિક પ્રસન્ન થયા અને સુંદર લોજન તથા વસ્ત્ર અર્પણ કરવાપૂર્વક પિતાનાં ગૃહ સંબંધી કાર્યોમાં તેની યોજના કરી. કાર્યના અનુભવી રાજાને નોકરોગ્ય કાર્ય કરતાં કંટાળો આવતો નહોતો અને તેથી જ તેનું કાર્ય અન્યને અધિક સંતોષપ્રદ બની શકતું હતું. ઘેડા જ વખતમાં રાજાએ પિતાના આદર્શ ગુણોથી દાના સ્વામિની પ્રતિ સારી રીતે સંપાદન કરી એટલું જ નહિ, પણ તેના સમાગમમાં આવતા પ્રત્યેક મનુષ્ય ભલે ન્હાના હોય કે મોટા હોય, સ્ત્રી હોય કે પુરૂષ હેય, ઉત્તમ સ્થિતિવાળા હોય કે પિતાની વર્તમાન સ્થિતિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com