________________
પુત્રવિયેગ.
એટલું જ નહિ પણ આવું અકાર્ય કરીને આ યુગપર્યવ પણ ન ભુંસાય તેવી પ્રવચનની મલીનતા કરી. સંપૂર્ણ રીતે પાત્રની યોગ્યતા તપાસ્યા વિના અપાત્રમાં મેં દીક્ષાનો આ રેપ કર્યો, બારવર્ષના લાંબા પરિચયથી પણ હું તેને કનિષ્ટ આશય સમજી શક્યો નહિ અને બાહ્ય પ્રશમથી મુંઝાઈ જઈ તેનેજ સાથે લાવ્યું, ત્યારે દુશમાએ આવું કરપીણ કાર્ય કર્યું. આ સર્વ અનર્થનું મૂળ કારણ તપાસવા જઉં છું તે હું જ છું. માટે હવે તો પ્રાણના વ્યયે કરીને પણ શાસનની થતી અપભ્રાજના અટકવું, જેથી લોકો પણ એમ સમજે છે કે વૈરીએ રાજા તથા ગુરૂનો વિનાશ .” ઉપર્યુક્ત વિચાર કરી સૂરિમહારાજાએ ભવચરિમ પ્રત્યાખ્યાન કરી, જે કંકપત્રિકાથી ઉદાયી રાજાનું મસ્તક છેદાયું હતું, ત્યાં રહેલી તેજ લેહડકપત્રિકાથી પિતાના મસ્તકને છેદ કર્યો.
હીનાચારી દુષ્ટ શિષ્યના દુરાચારના પરિણામે આવા સમર્થ સૂરીશ્વરજી મહારાજાએ એક માત્ર શાસનની સેવા ખાતર પોતાના પ્રાણોનું બળીદાન આપ્યું.
આ તરફ પોતાના પિતાના વૈરનો બદલો વાળવાની સાથે અવન્તીશના શત્રુના વિનાશથી પિતાનું રાજ્ય ફરીથી પાછું મળવાની આશા બંધાઈ અને તેથી હર્ષભેર રાજમહેલમાંથી બહાર નીકળી અવન્તીના માર્ગે પ્રયાણ કરતે, અભવ્યશિરોમણિ વિનયરત્ન અવન્તીના રાજા પાસે કેવી રીતે ગયો અને સર્વ વૃત્તાંત નિવેદન કર્યા બાદ રાજાએ તેને કેવો તિરસ્કાર કર્યો અને તેને કેવી સ્થિતિમાં મુકો, એ સર્વ હકીકત આપણા ચાલુ પ્રસંગને અપ્રસ્તુત હોઈ, આ સ્થળે તેને નહિ દર્શાવતાં, આ નિદર્શન આટલેથીજ સમાસ કરીશું.
પ્રિય વાચકગણ ! ઉપર્યુક્ત દષ્ટાંતથી આપણે જોઈ શક્યા કે પાશવિકવૃત્તિના ઉપાસક હીનાચારી પુરુષો કેટઉપાયે પણ પિતાની હીનતાનો ત્યાગ કરતા નથી. દષ્ટાંતમાં વર્ણવેલા મહાત્માશ્રીએ જે વિનયરત્નનું બાર બાર વર્ષ પર્યત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com