________________
૮૦ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ આજ છે. આ સિવાય બીજો ઉપાય મળી શકે એમ નથી. બાહ્યથી ગુરૂપ્રત્યે ભક્તિ દર્શાવતા, વિનયરત્ન તૈયાર થયો અને ઉદારી રાજાને મારવા માટે દીક્ષા અવસરે પ્રચ્છન્ન રીતે રાખેલી, કંકલોહપત્રિકા સાથે લીધી. વિચક્ષણ છતાં પણ સૂરિમહારાજથી માયાવીની માયાજાળ બારવર્ષના લાંબા પરિચયથી પણ જાણી શકાઈ નહિ. બલકે એ વિચાર આવ્યો હતો કે ચારિત્રના દીર્ઘ પર્યાયથી તેનામાં સમગુણ અધિક દેદીપ્યમાન થયે હશે અને એથી જ તેને પોતાની સાથે આવવા આજ્ઞા કરી. શિસહિત સૂરિમહારાજાએ વિધાલચમાં પ્રવેશ કર્યો અને રાજાએ ગુરૂસમક્ષ પિષધ અંગીકાર કર્યો. આવશ્યકકિયા કર્યા બાદ યોગ્ય સમયપર્યત ગુરુમુખથી ધર્મકથા શ્રવણ કરી, એ ભૂમીપ્રમાર્જન કરવાપૂર્વક સંથારો કરી, શયન કર્યું, ગુરૂમહારાજાએ પણ સંથારો કર્યો અને બને નિદ્રાધીન થયા.
આ અવસરે રોદ્રધ્યાની દુરાત્મા વિનયન જાગૃત અવસ્થામાં જ રહ્યો અને ધારેલા પ્રચંડ પાપકાર્ય કરવા માટે ઉત્સુક થયો. “આજ પિતાના વેરનો બદલો વાળવાનો અવસર છે.” આ પ્રમાણે વિચારતો ગુપ્ત રાખેલી કંકલેહ પત્રિકા બહાર કાઢી અને યમજીહાસમાન તે પત્રિકાથી વિનયર ને પિષધમાં રહેલા ધર્માત્મા રાજાના કેળના સ્થંભ સમાન કોમળ કંડને શરીરથી ભિન્ન કરી, પિતાની અધમ ધારણ સફલ કરી. તરતજ ગુપ્ત પગે કાયચિન્તાના મિયથી બહાર ચાલ્યા ગયો. મુનિ જાણી પહેરેગીરેએ પણ તેને રે નહિ .
આ બાજુએ રાજાના ભેદાએલા અંગમાંથી નીકળતા રૂધીરનો પ્રવાહ ચાલે અને તે પ્રવાહ અનુક્રમે ગુરૂમહારાજાના સંથારા નીચે આવ્યો. ગુરૂ મહારાજા એકદમ જાગ્રત થયા અને જુએ છે તો નાલથી ભિન્ન થએલા કમલસમાન ધડથી જુદું રાજાનું મસ્તક જોયું. તપાસ કરતાં શિષ્યને પણ ન દેખે. ગુરૂમહારાજાએ વિચાર કર્યો “અરે ! શિષ્યનું આ કર્તવ્ય હોવું જોઈએ. ધર્મના સ્તંભ સમાન રાજાને વિનાશ કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com