________________
૬ ૭ ] પુત્રવિયેગ.
૭૯ પણ અતિચારરહિત ચારિત્રનું પાલન કરતાં, એવા પ્રકારે મુનિઓની આરાધના કરી કે-સઘળા મુનિએ તન્મય બની ગયા. તેનું પ્રધાન શ્રમણપણું કોઈના લક્ષમાં આવી શકું નહિ. કવિ કહે છે કે–“ત્રાળૉ 7 અછત.” સારી રીતે યાજાએલી કપટવૃત્તિનો પાર બ્રહ્મા પણ પામી શકતા નથી. અનન્યચિત્તે ચારિત્રના આરાધક ગુરૂમહારાજા અને અન્ય મુનિઓના સમાગમમાં રહીને બાર વર્ષપર્યત બાહ્યથી વિશુદ્ધચારિત્ર પાળતાં છતાં મગશેલીઓપાષાણની માફક તે રાજપુત્રમુનિનું એક રોમમાત્ર પણ કૃપારસથી ભેદાયું નહિ.
અનુકમે વિહાર કરતા સૂરિમહારાજા શિષ્ય સમુદાય સહિત પાટલીપુત્ર નગરમાં પધાર્યા. ગુરૂમહારાજનું આગમન જાણી, રાજા વંદન કરવા ગયે અને તેમના મુખથી અમૃતમય મધુર દેશના શ્રવણ કરી, સ્વસ્થાને પાછો આવ્યો. ઉપર દર્શાવી જવામાં આવ્યું છે કે–ત્રતધારી રાજ પર્વદિવસે વિશેષ પ્રકારે ધાર્મિક ક્રિયામાં પ્રવર્તમાન રહે છે અને રાત્રિ ધમાં ધર્મકથા શ્રવણ કરાવવા માટે ગુરૂમહારાજ પણ રાજની પાસે પષધાગારમાંજ રાત્રિ વ્યતીત કરે છે.
તે અવસરમાં પર્વનો દિવસ આવ્યો. હમેશના રિવાજ મુજબ ઉદાયી રાજાએ પ્રાત:કાલમાં આવશ્યકકિયા અને વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરી અને ત્યારબાદ ગુરૂમહારાજ સમક્ષ આવી, દ્વાદશાવર્ત વંદન, અતિચારની વિશુદ્ધિ, વિગેરે શુભકિયા કરવાપૂર્વક ચતુર્થભક્ત પ્રત્યાખ્યાન કર્યું અને સંધ્યાસમયે પિષધને માટે પોતાના મહેલમાં રહેલા પાષધાગારમાં પધારવાની ગુરૂમહારાજાને વિજ્ઞપ્તિ કરી. ગુરૂમહારાજા જવા માટે તૈયાર થયા અને પિતાની પાસે રહેલા શિમાંથી બાર વર્ષના ચિરપ્રવ્રજીત શિષ્ય રાજપુત્ર વિનયરત્નને ઉપગરણ લઈ સાથે આવવાની આજ્ઞા કરી.
માયાવી વિનયરત્ન પણ એજ અવસર શોધતો હતો. તે જાણતા હતા કે અભિષ્ટકાર્યની સિદ્ધિનો અનન્ય ઉપાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com