________________
૭૮ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરા પના વરી ઉદાયીરાજાને હું વિનાશ કરું, પરંતુ આપના તરફથી મને સંપૂર્ણ સહાયતાની સાથે મારા પિતાનું રાજ્ય મને પાછું મળવું જોઈએ, નહિં તે કણ એ મૂર્ખ હોય કે પિતાના વ્હાલા પ્રાણેને તરણાની માફક ગણી, મૃત્યુના મુખમાં પગ મુકવા માટે પ્રયત્ન કરે. “ભાવતું હતું અને વૈધે બતાવ્યું” રાજા એજ શોધતો હતો. રાજપુત્રના ઉપર્યુક્ત વચન સાંભળી રાજા પ્રસન્ન થયો અને તે કાર્ય કરવા માટે તેને આજ્ઞા ફરમાવી. રાજપુત્રે પણ સ્વામિની આજ્ઞાને મસ્તકપર ચઢાવી, ઉજજયીનીમાંથી નિકળી પાટલીપુત્ર નગરમાં ગયે, અને દાંભિકવૃત્તિથી ઉદાયીરાજાનોજ સેવક બો; પરંતુ જેમ વ્યંતરદેવ મંત્રથી ચલાયમાન કરવા મંત્રવાદીનાં છીદ્રો શોધે, તેમ આ રાજપુત્ર પણ હંમેશા બારિક દૃષ્ટિથી ઉદાયીરાજાનાં છીદ્રો શોધતો હતો, પરંતુ પુમાળી પવિત્ર રાજાનું એક પણ છીદ્ર તે મેળવી શકો નહિ. માત્ર તેણે એટલુંજ શોધું કે– રાજમહાલયમાં કોઈ પણ સ્થળે ગમનાગમન કરે તે પણ જૈન મુનિઓને કોઈના તરફથી અટકાવવામાં આવતા નથી” બસ આમાંજ તેણે પોતાના હિંસામય કાર્યની સફળતા જોઈ અને કપટીએ પોતાની પ્રપંચબાજી વિસ્તારવાનો પ્રારંભ કર્યો.
પાપીઓ પાપના ઉદયે પાપરાય પ્રવૃત્તિઓમાંજ રાચ્યા રહે છે. તેઓ પુન્યવાનના પવિત્ર કાર્યોમાંથી પણ પિતાને મનગમતા પાપમય પ્રવૃત્તિનાં સાધનો મેળવી શકે છે.
ઉદાયી રાજાના રાજકુલમાં પ્રવેશ કરવાની તીવ્ર અભિલાષાવાળા પ્રપંચી રાજપુત્રે કોઈ નિરવદ્યસ્થાને રહેલા ચારિત્રપાત્ર મુનિઓના અધિપતી ગચ્છાધિરાજને કપટવૃત્તિથી વંદના કરી, વિજ્ઞપ્તિ કરી કે ભગવદ્ ! સંસારના ત્રિવિધતાપથી ઉદ્વિગ્ન થયેલા, આ સેવકને આપની દીક્ષા અર્પણ કરી, કૃપાકાન્ત કરો. માયાવીના મધુરવચનમાં રહેલા વિષને સૂરિ મહારાજા જાણી શક્યા નહિ અને પોતાની દષ્ટિએ ગ્ય જાણી, સંસારસમુદ્રતારીણી જેની દીક્ષા અર્પણ કરી. માયાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com