________________
AAAAAAAAAAAA
^ ^ ^ ^ ^
^
^
^
^**
*
*
*
૬ કુ. ] પુત્રવિયોગ,
૭૭ થયેલા કૃતમાલદેવે અગ્રિવાલાથી કેણિકને બાળી મુક્ય, ત્યારે તેમના પુત્ર ઉદાયીને મંત્રીઓએ મળી, બાલ્યાવસ્થા છતાંજ રાજ્યાભિષેક કર્યો. માતાના વચને કરી પાછળથી પણ ઉદ્ભવેલા પિતા પ્રત્યેના નિ:સિમ સ્નેહથી, જેમ કેણિકરાજાને શ્રેણિકના મરણ પછી રાજગૃહ નગર અનિષ્ટ લાગ્યું અને નવીન ચંપા વસાવી ત્યાં રાજ્ય સ્થાપન કર્યું હતું, તેમ પિતાના આવા અકાલમૃત્યુથી ઉદ્વિગ્ન ઉદાયીરાજાએ પણ ચંપાનગરીનો ત્યાગ કરી, ગંગાકિનારે પાટલીપુત્ર નગર વસાવ્યું. નગરીના મધ્ય ભાગમાં શાવિત ચાસમાન વિશાલ અને ઉન્નત જિનેશ્વરભગવાનનું ભવ્ય મંદિર બંધાવ્યું અને વિકમરાજની માફક સર્વત્ર આર્યધર્મની વિજયપતાકા ફરકાવી, તથા સલ્લુરૂ સમક્ષ સમ્યકત્વ મૂળ દ્વાદશત્રતો અંગીકાર કરીને, તેનું અખંડ પાલન કરવા લાગેઃ પુન્યના પ્રભાવે શત્રુરાજાઓ પણ તેને વશવન્તી થયા. ધર્મક્રિયામાં ચુસ્ત રાજા અષ્ટમી ચતુર્દશી વિગેરે પર્વના દિવસોમાં વિશેષ પ્રકારે ધર્મનું આરાધન કસ્તે હતો અને તે દિવસે દેવવંદન, ગુરુવંદન, ઉપવાસ, પિષધ વિગેરે કાર્યોથી પિતાના આત્માને પવિત્ર કરતો, પિતાના અંત:પુરમાં કરાવેલી પિ વધશાલામાંજ સમયને વ્યય કરતો હતો.
કોઈ એક અવસરે ઉદાયીરાજાએ ઘેર અપરાધની શિક્ષામાં કઈ જાને તેના રાજપથી પદભ્રષ્ટ કર્યો, તેનું રાજ્ય છીનવી લીધું અને નાશી જા એવા તેને વિનાશ કર્યો. તે રાજાને એક પુત્ર હતો. ઉદાયીજાને હાથે પોતાના પિતાનું મૃત્યુ થયું જ હૃદયમાં પ્રેમની લાગણી ઉશ્કેરાઈ અને વરને. બદલે વાળવા માટે તેના છીદ્રોની શોધ કરવા ખાતર ચારે બાજુએ પરિભ્રમણ કરતો ઉજજયની નગરીમાં ગયો અને અવન્તીના અધિપતિની સેવા કરવા લાગ્યો. અવંતીને રાજા પણ હંમેશાં ઉદાયીરાજાથી ઉગ્ન રહેતું હતું. થોડા વખતના પરિચયમાં તેણે રાજાની ઈચ્છા જાણી લીધી. એગ્ય અવસર પામીને એક વખતે રાજપુત્રે રાજાને વિજ્ઞપ્તિ કરી, દેવ! જે આપની આજ્ઞા હોય તે કોઈપણ પ્રકારે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com