________________
૭૪ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ સાંસારિક જીવન સુખ દુઃખથી સંમિશ્ર થયેલું જ છે, જગતમાં ઘણાયે પ્રાણિયે દુઃખી નજરે પડે છે. કેને ઉદરપષણની ચિ તા તે કોઈને કુટુંબસંરક્ષણની, કેઇને ધનાદિ પ્રાપ્તિની, ત્યારે કોઈને સંતતિ વિગેરેની એમ અનેક વિટંબનાઓથી પીડિત પ્રાણી દુનિયામાં દષ્ટિગોચર થાય છે. જો કે કોઈ પણ પ્રાણી દુઃખની અભિલાષા કરતું નથી, છતાં પણ દુષ્કર્મના પ્રભાવે અચિંતિત દુઃખની પ્રાપ્તિ પ્રાણીઓને થયા કરે છે. ત્યારે જેમ દુનિયામાં દુખપ્રાપ્તિ એ પ્રાણીઓની ઈચ્છાને વિષય નથી તેમ હું માનું છું કે સુખપ્રાપ્તિ એ પણ પ્રાણીઓની ઈચ્છાનો વિષય નથી. પુન્યના પ્રભાવે દુ:ખના ભીષણ અંધકારમાં પણ અચાનક સુખનાં તેજસ્વી કિરણે પ્રકાશિત થાય છે ત્યારે દુઃખ દેખીને દીનતાને આશ્રય કરવો એ નરી નિર્બળતાજ છે.” આ પ્રમાણે રાજાની વિચારમાળા અનુક્રમે ધર્યના ઉન્નત શિખર ઉપર આરૂઢ થઈ હતી.
હૃર્ભાગ્યના ઉદયે જ્યારે પ્રાણીઓને દુઃખ આવે છે ત્યારે ઉપરાઉપરી આવ્યાજ કરે છે, પરંતુ જેમ શુદ્ધ સુવર્ણની કસોટી કરનાર સુવર્ણકાર જ્યારે સુવર્ણને અગ્નિમાં તપાવે છે ત્યારે તેની વિશુદ્ધતા દીપી નિકળે છે તેમ દુઃખ એ મનુબની કસોટી છે. જેનામાં વધારે દુ:ખ સહન કરવાની તાકાત તેનામાં ધૈર્યતા ગુણ પણ તેટલે અંશે વધારે હોય છે. એ કર્સટીમાંથી નિર્માતા અને નીતિપૂર્વક પસાર થવામાં ઉચ્ચ મનુષ્યત્વ રહેલું છે.
આ પ્રમાણે પ્રાચીન મહાપુરૂના ઉન્નત ભાવપૂર્ણ વચનામૃતરસનું પાન કરતા રાજાએ સર્વ પ્રકારના માનસિક વાચિક અને કાયિક સંતાપને જલાંજલિ આપી ઉદારતાને આશ્રય કર્યો અને ધ્યાનારૂઢ યેગી, જેમ ધ્યાનાવસ્થામાં સર્વ પ્રકારની માયાજાળથી પિતાના અંત:કરણને બચાવી આત્મજ્ઞાન દશામાં દઢ કરે તેમ પિતાના અંત:કરણને દઢ કર્યું. રાજાના વીરપણાની સ્તુતિ કરતાં શ્રીમદ્ આરાધ્ય પાદ ભાવદેવસૂરિજી દર્શાવે છે જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com