________________
૭૩
પુત્રવિયોગ. પરમ્પરાને વિસ્તાર, અધિક કર્મબંધ કરવાવાળા થાય છે.
વાંચકો ! આટલાજ માટે પરમાર્થ વેદી પૂર્વે મહર્ષિઓએ યોગ્ય પ્રાણિઓને સંકટના સમયે ભાવવા યોગ્ય ભાવનાને ઉપદેશ આપતાં શાસ્ત્રોમાં દર્શાવ્યું છે કેसह कलेवर दुःखमचितयन , स्ववशता हि पुनस्तव दुर्लभा। बहुतरं च सहिष्यसि जीव हे ! परवशो न च तत्र गुणोरित ते ॥
ભાવાર્થ – હે આત્મા! કર્મના ઉદયે આવી પડેલી આ શારીરિક આપત્તિ સંબંધી વિચાર નહિ કરતાં, અર્થાત્ કર્મના પ્રભાવ પ્રાપ્ત થયેલ સંકટ પ્રત્યે “અરે ! આ દુઃખ મારાથી કયારે દૂર થશે અને તેને માટે હું શું પ્રયત્ન કરું. ઇત્યાદિ અશુભ સંકલ્પરૂપ આધ્યાન નહિ કરતાં તે દુઃખને શાંતિપૂર્વક સહન કરી લે, ફરીથી ભવાંતને વિષે આ વિવેકી મનુષ્યજીવનમાં જે સ્વતંત્રતા છે તે સ્વતંત્રતા અન્ય ગતિમાં પ્રાપ્ત થવી ઘણીજ દઈટ છે. ત્યારે તે આત્મા ! આ અવસરે જે તું તે દુઃખે ને સમતાપૂર્વક સહન નહિ કરે અને આર્તધ્યાન કરીશ તો ઉટે અધિક કમને બંધ થશે, જેના પ્રભાવે ભવાન્તરને વિષે નરકતિર્યંચાદિ ગતિમાં ઘણા અસહ્ય સંકટો સહન કરવો પડશે. વિશેષમાં એટલું કે મનુષ્યજીવનમાં જ્યારે સ્વતંત્રરીતે સહન કરવાનું અને અ૫ કષ્ટ અધિક નિર્જરા ગુણ પ્રાપ્ત થઈ શકે છે ત્યારે પશુ વિગેરેના જીવનમાં પરતંત્રતાના બંદીખાનામાં રહીને અનિચ્છાએ અતુલ કષ્ટ સહન કરતાં છતાં પણ અધિક કર્મની નિર્જરારૂપ ગુણની પ્રાપ્તિનો અસંભવ છે.
“જ્યાં આગળ સારાસારને વિવેક વિદ્યમાન છે, જ્યાં સ્વતંત્રપણે સહન કરવાનું મળી આવે છે અને જ્યાં અલ્પ કષ્ટમાં પણ નિર્મળ ભાવનાના ગે અધિક નિર્જરાને લાભ મળી શકે છે, તેવું ઉચ્ચતર મનુષ્યજીવન પામીને પણ પૈર્યતાને ત્યાગ કરી વ્યર્થ શોક શા માટે કરવો જોઈએ. આ અવસર શેકને નથી પણ ધૈર્ય ધારણ કરવાપૂર્વક કર્મ સુભટની સન્મુખ પ્રયાણ કરી આંતર તાત્ત્વિકશત્રુને જીતવાને અને એજ સત્ત્વની કસોટી છે. અરે સદાને માટે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com