________________
૭ર સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ નેજ સમાગમ કે જેના પંઝામાંથી છટકી પિતાના પ્રાણની રક્ષણ કરવું પણ મુશ્કેલ પડે તેવા શત્રુરાજ્યમાં પર્યટન, એટલું જ નહિ પણ જેણે પ્રથમની અવસ્થામાં દુ:ખની દિશા પણ દેખી નથી તે રાજાને સામાન્ય ઘેર નહિં પણ,
સ્મશાનભૂમિમાં પણ પાણિવહન કરવાનો અવસર આવ્યો આ સર્વ દુર્દશાનું મુખ્ય કારણ કર્મની વક ગતિ સિવાય બીજું શું કહી શકાય એમ છે! અહહ ! “કર્મની ગતિ મહા વિષમ છે, જેની આગળ કેઈનું કાંઈ પણ ચાલી શકતું નથી.'
- જ્યારે સત્યવાદી રાજાની આ દશા થઈ તો મારા જેવાને માટે તે શું કહેવું ? પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં દુનિયાના વચનપ્રહારથી કે વંચિત રહ્યું છે? દુનિયામાં કોનું જીવન કષ્ટદાયી નથી થયું ? જન્મથી આરંભીને મરણપર્યંત અલ્પ માત્ર દુઃખ પામ્યા વિના હંમેશા કોણ સુખી રહ્યું છે ? વળી દુઃખના ડરથી વિષ શયાદિના પ્રયોગે આપઘાત કરનાર પ્રાણિને બાકી રહેલું કર્મ વિશેષ પ્રકારે ભવાંતરમાં પણ ભેગવવું જ પડે છે. આ ભવમાં કે ભવાન્તરમાં તે કર્મને ઉપભોગ કર્યા વિના કદીપણ ક્ષય પામતું જ નથી, તે શામાટે આ ભવમાંજ સ્વતંત્ર રીતે તેનો ઉપભેગ કરી ક્ષય ન કરીએ ? કોણ જાણે કે ભવાંતરમાં કર્યું જીવન ગુજારીશું ? દુર્ભાગ્યના ઉદયે જે ભવાંતરમાં પશુ જીવન પ્રાપ્ત થયું તો સારાસાર પદાર્થની શક્તિના અભાવે આદર ણીય કે અનાદરણીય માર્ગનું જ્ઞાન નહિ થવાથી પરતંત્રતાના પંઝામાં સપડાયા છતાં, હાય તેવા ક્ષુધા, તૃષા આદિના વિષમ સંકટનો અનુભવ કરવા છતાં, તાવિક ક્ષમાના અભાવે તેવા પ્રકારે કર્મની નિજ રા નહિ થઈ શકે કે જેવા પ્રકારની મનુષ્યજીવનમાં સારાસારને વિવેક હોવાને લઈને કર્મના વિપાકને હૃદયમાં વિચારતા ક્ષમાપૂર્વક સહન કરવાથી જે કર્મની નિર્જરા કરી શકે, બલકે ઘણી વખતે તો અનિચ્છાએ પરતંત્રરીતે સહન કરતાં ચિત્તની કલુષતાને લઈને દુઃખના નિમિત્તક સામા પ્રાણિ પ્રત્યે અશુભ ચિંતવન કરતો, વૈરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com