________________
18]
પુત્રવિયોગ.
૭૧
લોખંડની સાયા ઘાંચી રૂધીર બહાર કાઢવામાં આવે છે, જેથી તે મનુષ્યાનું શરીર શુષ્ક હાડપિંજર જેવું થાય છે. ફરી પણ સુંદર ભેાજનાદિથી તેઓના શરીરને પુષ્ટ કરવામાં આવે છે અને પૂર્વની માફ્ક ફરી શરીરમાંથી રૂધીર કાઢી તેના શરીરને દુ:ખ ઉત્પન્ન કરે છે, જેમ આ પ્રમાણે માદકપદાર્થોથી કરવામાં આવતી ગુલામાની પુષ્ટિ માત્ર તેના દુ:ખનેજ માટે થાય છે, તેવી રીતે પૂર્વે દુષ્કર્મ ઉપાર્જન કરીને આવેલા પ્રાણીઓને દેવ પણ કર્મને અનુસાર દુ:ખ આપવા માટેજ વિતવ્ય અર્પણ કરે છે.
""
આવી વિચારણાના અવસરે નિરાધાર દુ:ખી પુત્રોના વિયાગથી પ્રેમાળ પિતાને પોતાનું જીવન ઘણુંજ અકારૂં લાગ્યું. દુનિયામાં કોઇપણ સ્થળે તેની દૃષ્ટિએ સુખનું નામ નિશાન પણ જણાતું નહતું. ચારે દિશાએ નિરાશા અને અંધકારજ જણાતા હતા. નદીના કિનારે રહેલા રાજા, ઉપર દર્શાવેલા વિચારોદ્વારા દીનતાનું અવલંબન કરતા હતા, પરંતુ અલ્પસમયમાંજ પરાક્રમી રાજાની નિર્માલ્ય વિચારશ્રેણિ વિલય પામી અને ઉદાર વિચારાતુ સામ્રાજ્ય સ્થપાયું.
રાજા વિચાર કરે છે કે–અરે ! મે આ શું ચિંતવન કર્યું. દુ:ખની ખાતર મરણની વાંછા કરી. કર્મના ઉદયે દુનિયામાં કાણુ દુ:ખી થતું નથી. મહાનુભાવ સત્યવાદિશીરામણિ રાજા હરિશ્ચંદ્ર જેવાને પણ ક રાજાએ તેના જીવનમાં કેવી દશાનો અનુભવ કરાવ્યા ? કહ્યું છે કે— रमाराज्यभ्रंशः स्वजनविरहः पुत्रमरणं, प्रियाणां च त्यागो रिपुबहुलदेशे च गमनं । हरिश्चंद्रो राजा वहति सलिलं प्रेतसदने, अवस्था तस्यैषा अहह ! विषमा कर्मगतयः ॥
ભાવાર્થ :- સર્વ પ્રકારની સંપત્તિ તથા વિપુલ રાજ્ય વૈભવના વિનાશ, સ્વજન વર્ગના વિરહ, પોતાના વ્હાલા પુત્રનુ' મરણ, રાણીના વિયેગ, જ્યાં પેાતાના એક પણ દુ:ખમાં સહાયક મિત્ર ન મળે, બલ્કે સ્થળે સ્થળે શત્રુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com