________________
સુંદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ તે કાષ્ટના આધારે મહા પ્રયત્નથી પાંચ દિવસે નદીને કિનારે પામી શક્યા. પુત્રવિયોગના આવા અણચિંત્યા બનાવે પરાક્રમી રાજાને પણ નિર્બળ બનાવ્યો.
સ્વાભાવિક છે કે વિપુલ ઋદ્ધિમાં ઉછરેલો સુખી મનુબ જ્યારે વિપત્તિમાં આવી પડે છે ત્યારે તેને પ્રથમની સુખી જીંદગીનું ભાન થાય છે અને જે જીવનભૂમિકાને પ્રાથમિક સ્થિતિમાં આનંદદાયી અતિ રમણીય માને છે, તેજ જીવનભૂમિકાને વિપત્તિના અવસરે અતિભયંકર દુ:ખદાયી માને છે અને પરિણામે તેનું સ્મરણ પણ અતિ દુ:ખદાયી થઈ પડે છે.
રાજાના દુ:ખી અંત:કરણમાં પણ અનેક સંક૯પ વિ. કપ ઉપસ્થિત થયા. “અરે ! હતાશ વિધિને આ કેવા પ્રકારને વિપાક ! કયાં તે મારી આનંદદાયી વિપુલ રાજ્યલક્ષ્મી અને ક્યાં આ દુ:ખદાયી અનર્થ પરમ્પરા ? અરે દેવ ! પ્રથમ તે મારા રાજ્યની વિપુલ સંપત્તિ મારી પાસે થી ઝુંટવી લીધી પણ એટલાથી તું સંતવ ન પામે અને મારા સુખ દુઃખની સંવિભાજક પ્રાણપ્રિયા રાણું મદનવલ્લભાને પણ તે મારાથી વિગ કરાવ્યું. પણ અરે નિર્લજજ દુર્દેવ ! આટલાથી પણ શું તારી આશાઓ પરિપૂર્ણ ન થઈ કે મારા વિતવ્ય કરતાં પણ અત્યંત પ્રિય એવાં મુગ્ધ બાળકેને પણ ભીષણ અટવીમાં નિરાધાર એકલા રખડતા રઝળતા મુકી મારા આત્માને દુ:ખદાવાનળની દુસહ તાપથી સતત કર્યો. અરે! હેતર કે તે અવસરે મારા જીવિતવ્યને પણ વિનાશ કરવો હતો કે જેથી મારે મારા પ્રિય પુત્રનું આવું કષ્ટદાયી જીવન જેવાને અવસર ન આવત, પણ ખરેખર હવે મેં જાણ્યું કે–જેમ બબકુળ નામના અનાર્ય દેશમાં ( જ્યાં આગળ મનુષ્યના શરીરમાંથી લેહી કાઢી તે લેહમાં રંગારાઓ વસ્ત્ર રંગે છે) મનુષ્યને ગુલામ તરિકે વેચાતા લઈ તેઓના શરીરને સુંદર માદક પદાર્થોથી પુષ્ટ કરવામાં આવે છે અને શરીરમાં પુષ્કળ લેહી ભરાયા પછી રૂધીરવાળા અવયવોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com