________________
૭.
હાઈ પ્રશમ પિયુષ પેનિધિ પરમતપસ્વી પૂજ્યપાદ છે
પન્યાસજી મહારાજ શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું છે સંક્ષિપ્ત જીવનચરિત્ર
-allra
શાર્દૂલવિક્રિડિત, દાદાદેવ સુધર્મના સદ્દગુરૂ ચિંતામણી તુલ્ય જે
પૂજયરાધ્ય પ્રશસ્ત ભાવિજનને દેતા સદાનંદ તે જે જન્મ ઍહ્મચારિ શ્રેષ્ઠ તપસી ક્ષાત્યાદિ ધમૅ ભર્યા
તે સાધુત્તમ ૫૦ મણિવિજયજી વંદુ થવા નિર્જરા.
ભૂમિકા
ચૌદસે ચુંમાલીશ ગ્રંથરત્નના પ્રણેતા પરમર્ષિ શ્રીમાન હરે. ભદ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીના લલિતવિસ્તરા ગ્રંથમાં દર્શાવેલા
તપુરમપુનિકનેy” આ એકજ વચન જેઓ આ સ્મરણમાં હશે તેઓને “મહાપુરૂષોના જીવનચરિત્ર એકથી અનેકવાર શામાટે લખવાં કે વાંચવા ?” એનું રહસ્ય અગમ્ય નથી. મકાન ચણનારા કારીગરોને જેમ નકશાનો આધાર લેવે પડે છે, નૂતન ચિત્રકારને જેમ ભિન્ન ભિન્ન શિuિઓના જુદાજુદા નમુનાઓને આધાર લેવો પડે છે, તેમ આ દુનિયામાં નવીન અસાધારણ અનુભવ પ્રમાણે જીવન ઘડવામાં નિર્બળતાની છેક હદે પહોંચવા જેવી આપણી દયાજનક સ્થિતિમાંથી કાંઈક અપૂર્વ બળ, અપૂર્વ ઉત્સાહ, અપૂર્વ ગુણ તેમજ અપૂર્વ ઉદય પ્રાપ્ત કરવામાં–આપણને આ લેકમાં થઈ ગયેલા તે લકત્તર મહાપુરૂષોના જીવનચરિત્રો. સત્ય આધાર રૂપે છે. એ ચરિત્રો, વાંચનારને અને સાંભળનારને ખચિત ઉપકારક અને માર્ગદર્શક છે એ નિઃસંશય છે.
અઢારમી ઓગણીસમી સરિના કેટલાક ભાગ સુધી યઓનું સામ્રાજ્ય અધિક બળવાન હતું, શિથિલાચાર અધિકાધિક વૃદ્ધિ પામ્યો હતો, પરિણામે શાસનમાં તેવા લોકોત્તર મહર્ષિઓની ઓછાશ થતી ગઈ એટલે કે તેવા સંવેગી ત્યાગી મુનિવરોની સંખ્યા ઘણી જ અ૫ થઈ ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com