________________
અસ્પૃશ્યતા તોપણ બ્રાહ્મણે સવસ્ત્ર સ્નાન કરવું, દિવસરાત ઉપવાસ કરે, ને પંચગવ્યનું પ્રાશન કરવું.૧૧ વૃદ્ધશાતાપ શિયાળ, કૂકડાં, તથા વરાહને અસ્પૃશ્ય ગણાવે છે, ને તેમને અડીને પણ નાહવાનું ફરમાવે છે.૧૨ વિષ્ણુધર્મોત્તરમાં પાખંડી, પતિત ને નાસ્તિક જોડે બેલવાની તથા તેમને જોવાની પણ મનાઈ કરી છે.૧૩ આચારમયૂખે બૌદ્ધો, પાશુપતે, જૈન, લેકાયતિક, કપિલે, ને કર્મહીન કિજે સહુને એક પીંછીએ રંગી, એમનું દર્શન થતાં જ સવસ્ત્ર સ્નાનની આજ્ઞા કરી છે.૧૪ બીજાએાએ પાકના સ્પર્શથી નાહવાનું કહેલું, પણ અંગિરસ્ તો એની છાયાને પણ સ્પર્શ થતાં નાહવાનું કહે છે!૧૫ પદ્મપુરાણ કહે છે કે ભલે બ્રાહ્મણ હોય પણ તે જે વૈષ્ણવ ન હોય તે તેમને સ્પર્શ ન કરો, તેમની જોડે બેસવું નહીં, તેમનું દર્શન ન કરવું. વૃદ્ધયાજ્ઞવલ્કય અસ્પૃશ્યમાં પારસીઓને પણ ગણાવે છે.૧૨ વિજ્ઞાનેશ્વરની મિતાક્ષરા ટીકામાં કહ્યું છે કે દેવલક બ્રાહ્મણો – એટલે કે ત્રણ વરસ સુધી દેવનું દ્રવ્ય કે નૈવેદ્ય લઈને દેવપૂજા કરે છે અને આખા ગામના પુરોહિત હોય તે, તથા જોશીઓ પણ અસ્પૃશ્ય છે ને એમને બ્રાહ્મણચાંડાલ' કહ્યા છે. દેવલક એટલે મંદિરોના સેવકે '; તેમને અડીને પણ સવસ્ત્ર સ્નાન કરવું જોઈએ!૧ કાર્તિક માસમાં માંસ ખાવાથી ચાંડાલ બની જવાય, એવી નવી જ વ્યાખ્યા વળી બૃહન્નારદીયે આપી છે. ૧૭ સૌરપુરાણ કહે છે કે માણ્વ સંપ્રદાયના માણસનું દર્શન થતાં જ સ્નાન કરવું!૧૮ લિંગપુરાણ કહે છે કે જેના ઘરમાં બિલાડી હોય તે માણસ અત્યજના જેવો જ જાણો !૧૮ (આમાંથી કોણ બાકી રહી શકે ? એટલે કે આ વ્યાખ્યા પ્રમાણે આપણે બધા
અંત્યજ” ઠર્યા ને ! ) મૃત્યર્થસારે સોની અને દરજીને પણ બીજા “અંત્યજની હારમાં મૂક્યા.૨૦ સંપ્રદાયમાં જ્યારે સામસામી લડાઈઓ ચાલી ત્યારે કૂર્મપુરાણે કહ્યું કે પાંચરાત્રે ને પાશુપત બંનેને વાણીથી સુધ્ધાં માન આપવું નહીં. ૨૧ શૌનકે લુહાર, સોની, સુતાર, સલાટ, કંસારા ને વણકર બધાને “અન્યજ' તરીકે વર્ણવ્યા. ૨૨ આમ અસ્પૃશ્યની ગણતરી કરવામાં કશી મર્યાદા જ ન રહી. અને ખૂબી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com