________________
મંદિર પ્રવેશ અને શા – અથવા કહે કે ખેદની વાત –એ કે જેમને અત્યજ અને અસ્પૃશ્ય ગણ્યા તેમને ત્યાં ફળફૂલનાં ઝાડ હોય તો તેનાં ફળફૂલ લેવામાં કશો બાધ નથી !૨૩ પારાશર કહે છે કે ધોબણ, મેચણ, વાઘરણ, અથવા વાંસફોડાની સ્ત્રી જે અજાણમાં ચાર વર્ણના કોઈ ઘરમાં પેસી જાય, તે આખા ઘરમાંથી સામાન કાઢી નાખીને ઘર બેઈ નાખવું. માત્ર ઘરને બાળવાનું બાકી રાખવું.૨૪ એની પહેલાં એ જ પારાશર કહે છે કે માલિકની અજાણમાં જે કંઈ ઘરમાં ચાંડાલ પેસી જાય, તે ઘરની ચીજો બધી શુદ્ધ કરવી, કસુંભ, ગોળ, કપાસ, મીઠું, તેલ, ઘી ને અનાજ ઘરની બહાર કાઢી ઘરને આગ લગાડવી ! ૨૫ આ તો અબુદ્ધિની પણ હદ જ થઈ ગણાય; ને કઈ પણ ધર્મની આના કરતાં મોટી હાંસી બીજી શી હોઈ શકે ?
કોઈ માણસે અમુક ધંધા અંગે – તે અસ્વચ્છ કામ કરે ને પછી નાહીને સ્વચ્છ ન થાય તેટલા વખત પૂરતા –અસ્પૃશ્ય ગણાય, એમાં સ્વચ્છતાને નિયમ રહે છે. પણ તે જન્મતઃ અસ્પૃશ્ય ગણાય, મેલા ગણાતા ધંધા ન કરે અથવા તો તે કર્યા પછી નાહીને સ્વચ્છ થાય તેયે તેની અસ્પૃશ્યતા ન છૂટે, એમાં સ્વચ્છતાને નિયમ રહેતો નથી. ઉપર જે “અસ્પૃશ્ય' ગણાવ્યા છે તે બધા વર્ગે આજે અસ્પૃશ્ય ગણાય છે ખરા ? કૂતરાં, બિલાડાં, ફૂકડાં, ગધેડાં, કાગડા વગેરેને અડીને નાહનારા આજે કેટલા હશે? એ બતાવે છે કે “શાસ્ત્ર' નામે ઓળખાતા ગ્રન્થમાં જે “અસ્પૃશ્ય” વર્ગો ગણાવ્યા હોય તેમની અસ્પૃશ્યતા ન ટળે એ કંઈ નિયમ નથી; કેમ કે એમાંના કેટલાયે વર્ગોને આજે કોઈ અસ્પૃશ્ય ગણતું નથી. એ વળી બતાવે છે કે આ સ્મૃતિ વગેરે શાસ્ત્રોનાં વચને સદાકાળને માટે પ્રમાણભૂત નથી, ને તેમાં સમય અનુસાર ફેરફાર થયાં કરે છે. જે નિયમ અનુસાર કેટલીક જાતિઓની અસ્પૃશ્યતા દૂર થઈ છે, તે જ નિયમ અનુસાર બીજી પણ જાતિઓની અસ્પૃશ્યતા દૂર કરવાને શાસ્ત્રને બાધ કેમ આવી શકે? ચેખ્ખાં કપડાં પહેરેલ હરિજન શું કૂતરાં, બિલાડાં, ફૂકડાં, ગધેડાં, શિયાળ અને ઊંટથી પણ નપાવટ છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com