________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર દાખલા તરીકે, બેબી, મચી, નટ, બુરુડ, કૈવર્ત, મેદ અને ભિલ્લ એ સાતને યમ અને અત્રિએ “અત્યજ' ગણાવ્યા છે. અંગિરસ વળી બીજા જ સાતની યાદી આપે છે, તેમાં ચાંડાલ, શ્વપાક, ક્ષત્તા, સૂત, વૈદેહિક, માગધ અને આયોગવને અન્યાવસાયી' કહ્યા છે.૭ વ્યાસ વળી “અન્યજ'ની ત્રીજી જ યાદી આપે છે; તેમાં મોચી, ભટ, ભીલ, બેબી, પુષ્કર, નટ, વરાટ, મેદ, ચાંડાલ, દાશ, પાક, કૌલિક, અને બીજા જે કેાઈ ગોમાંસ ખાતા હોય તે બધાને સમાવેશ કરે છે, અને તેમની સાથે બેસીને સ્નાન કરવું જોઈએ, ને તેમનું દર્શન થઈ જાય તે સૂર્યદર્શન કરવું જોઈએ, એમ કહે છે. દેવલ કહે છે સભામાં મ્લેચ્છને સ્પર્શ થઈ જાય તે સચેલ સ્નાન કરવું, ને એક દિવસનો ઉપવાસ કર. મૈતમ કહે છે કે ગુરુશિષ્ય વર્ગમાં બેઠા હોય તેમાં જે વચ્ચે થઈને કૂતરું, નેળિયે, દેડકો કે બિલાડી પસાર થઈ જાય તો ત્રણ દિવસ ઉપવાસ કરવો ! બૌધાયન ચાંડાલની પેઠે કૂતરાને અડાય તે પણ સ્નાન કરવાનું કહે છે.૧૦ વૃદ્ધહારીત વળી ચાંડાલ અને પાકની જોડે વરાહ, કૂતરા, કાગડા, ગધેડાં, ઊંટ, મધ, માંસ, શબ તથા બિલાડીને મૂકે છે; એ અસ્પૃશ્યોની યાદીમાં શિવને પણ સામેલ કરે છે અને કહે છે કે બૌદ્ધ, શિવ ને પિશાચને ઘેર જાય તેણે નાહીને ત્રણસો ગાયત્રીમન્નને જાપ કરવો! પ્રજાપતિ સમાંતરે, સ્મશાનમાં અને જૈન મન્દિરમાં જવાને નિષેધ કરે છે.૧૧ ચાર વર્ણન કઈ પણ માણસ જમીને મેં જોયા પહેલાં બ્રાહ્મણને અડે, તે તે બ્રાહ્મણે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, એમ અંગિરસે કહ્યું છે. એવા માણસને “ઉચ્છિષ્ટ’ કહે છે. ઉચ્છિષ્ટ બ્રાહ્મણ અડે, તે આચમન કરવું. ઉચ્છિષ્ટ ક્ષત્રિય અડે, તો સ્નાન કરવું ને જપ કરવો; તે અડધે દહાડે શુદ્ધિ થઈ રહે! (એટલે કે જમીને ઊઠેલો ને એઠા મોઢાવાળે ક્ષત્રિય, અને ચાંડાલ, બે બરાબરીના !) ઉચ્છિષ્ટ વૈશ્ય કે શક, અથવા કૂતરો, અડે તો બ્રાહ્મણે એક રાત ઉપવાસ કરવો; પછી પંચગવ્ય વડે શુદ્ધિ થાય. અત્રિ કહે છે કે બ્રાહ્મણ અને ચાંડાલ એક ઝાડ પર ચડીને ત્યાં બેઠા બેઠા ફળ ખાય – સ્પર્શ થવાની જરૂર નહીં –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com